સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને આ મામલે આપી મોટી રાહત

  • 12
    Shares

 

 

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના નવા બંધારણને મંજૂરી આપી દીધી હતી અને તેની સાથે જ એક રાજ્ય એક વોટના નિયમને ફગાવતા રેલવે, ટ્રાઇ સર્વિસીઝ તેમજ ઇન્ડિયન યુનિવર્સિટીઝને એસોસિએશન માટે પૂર્ણ સભ્યપદ આપી દેવાયું હતું, તેની સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના એસોસિએશન સૌરાષ્ટ્ર, વડોદરા, વિદર્ભ અને મુંબઇ ક્રિકેટ એસોસિએશનને ફરી મત આપવાની મંજૂરી મળી ગઇ હતી.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ સભ્યની બેન્ચે પોતાના આગલા આદેશને સુધાર્યો હતો. સાથે જ આ બેન્ચે તમિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રાર જનરલને બીસીસીઆઇના સ્વીકૃત બંધારણને ચાર અઠવાડિયામાં લાગુ કરવાની તાકીદ કરી છે.

જસ્ટિસ એએમ ખાનવિલકર અને ડીવાય ચંદ્રચુડને સમાવતી આ બેન્ચે રાજ્ય એસોસિએશનને સ્વીકૃત બંધારણને ૩૦ દિવસમાં લાગુ કરવા કહ્યું છે. જો રાજ્ય એસોસિએશનો એમ કરવામાં નિષ્ફળ જશે તો બેન્ચ તેમની સામે પગલા ભરી શકે છે.

સુપ્રીમ કોર્ટે સાથે જ એવી ચેતણવી ઉચ્ચારી હતી કે આ બંધારણને ન અપનાવનારા રાજ્યોને બીસીસીઆઇ પાસેથી ફંડ મળશે નહીં. સાથે જ કોર્ટ દ્વારા નિમાયેલી બીસીસીઆઇની વહીવટદારોની સમિતિ આગળના નિર્દેશો માટે કોર્ટમાં જઇ શકે છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે બીસીસીઆઇના દરેક હોદ્દેદારોએ સતત બે વર્ષના કાર્યકાળ પછી કુલિંગ ઓફ પિરિયડમાંથી પાસ થવું પડશે.

આ ઉપરાંત તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના વિરોધ છતાં કોર્ટે ૭૦ વર્ષથી વધુની વયની વ્યક્તિને બીસીસીઆઇનું પદ ન આપવાની ભલામણને જાળવી રાખી હતી. આ નવા આદેશનો મતલબ એ છે કે હાલના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને કાર્યકારી ખજાનચી અનિરુદ્ઘ ચૌધરી વધુ એક કાર્યકાળ માટે ચૂંટણી લડી શકે છે.

 

 

 

 

 

  • Related Posts