સુજવાન હુમલો: સર્જરી બાદ ભાનમાં આવેલા મેજરે તરત પૂછયું: ત્રાસવાદીઓનું શું થયું ?

નવી દિલ્હી : સુજવાન આતંકી હુમલામાં આતંકીઓ સાથે બાથ ભીડનાર મેજર અભીજિત ખૂબ ખરાબ રીતે ઘાયલ થઇ ગયા છે. તેમને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોશમાં આવતાજ મેજરે સૌથી પહેલા આતંકવાદીઓ બાબતે પૂછયું હતું.

કમાન્ડ હોસ્પિટલના કમાન્ડન્ટ મેજર જનરલ નદીપ નૈયાનીઍ જણાવ્યું હતું કે અભીજિતનું મનોબળ ઘણું ઉંચું છે. સર્જરી બાદ હોંશ આવતા જ તેમણે પૂછયું હતું કે આતંકીઓનું શું થયું? તેઓ મોરચા પર જવા માટે પણ તત્પર હતા. તેમની સ્થિતિ હવે વધારે સારી છે. તો મેજર અભીજિતે જણાવ્યું હતું કે હું હવે ઘણી સારી હાલત અનુભવી રહયો છું. હું તબીબો સાથે વાત કરી શકું છું અને જાતે જ બેસી પણ શકું છું.

હું આજે (૧૩મી ફેબ્રુઆરીના રોજ) બે વખત ધીરે ધીરે ચાલ્યો પણ હતો. છેલ્લા ત્રણ ચાર દિવસોમાં શું થયું છે તે બાબતે મને કંઇ ખબર નથી.

લોકોઍ મેજર અભીજિતના આ સાહસને સલામ કરી છે. કૃપા સિંધુ નાયકે ટિવટર પર સંદેશમાં લખ્યું છે કે હું ભારતીય લશ્કરને સલામી આપું છું. રમેશકુમારે લખ્યું છે હું અધિકારીને સલામ કરું છું. ભારતીય લશ્કર વિશ્છમાં બહેતરીન છે. જવાનો ભારત માતાની રક્ષા કરવા માટે જ જન્મ લે છે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts