સીસ્ટમને સાફ કરવા ઝેર પીને નીલકંઠ બનવા આરબીઆઈ તૈયાર: ઉર્જિત પટેલ

બેંક કૌભાંડો પર રોષ જાહેર કરતાં આરબીઆઈ ગર્વનર ઉર્જિત પટેલે આજે કહ્યુ હતું કેન્દ્રીય બંેક નીલકંઠની જેમ ઝેર પી લેશે અને નિંદાઓનોે સામનો કરી લેશે પણ વધુ સારું પ્રદર્શન કરવા દરેક કસોટી સાથે પોતાના પ્રયત્નો ચાલુ રાખશે.
૧૨,૯૬૭ કરોડથી વધુના પીઍનબી કૌભાંડ પર મૌન તોડતાં પટેલે કહ્યુ હતું બેંકિંગ સેક્ટરમાં રોજ સામે આવી રહેલાં કૌભાંડોથી અમને પણ દુ:ખ થાય છે, અમને પણ ગુસ્સો આવે છે. પટેલ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીમાં લેકચર આપી રહ્યા હતાં.. તેમણે કહ્યુ હતું આપણા દેશના ભવિષ્યને કેટલાક વેપારીઓ દ્વારા બંેકના અધિકારીઓ સાથે મળીને લૂંટવાની નીતિ છે જેનાથી દેશને નુકસાન થઈ રહ્યુ છે. આ દુષ્ટ સંબંધોને તોડવા અમે બનતાં પ્રયાસ કરી રહ્યા છીઍ.
પુરાણોને યાદ કરતાં તેમણે કહ્યુ હતું આરબીઆઈ દેશની ઋણ સંસ્કૃતિને સાફ કરવા મંદાર પર્વતની જેમ આધુનિક ભારતના અર્થતંત્રના સમુદ્ર મંથનમાં વલોણી બનવા તૈયાર છે. જ્યાર સુધી દેશના ભવિષ્યની સ્થિરતા અને સુરક્ષાનું અમૃત બહાર નથી આવતું ત્યાર સુધી કોઈઍ તો ઝેર પીવું પડશે જે આ માર્ગમાં નીકળશે. અમે નિંદાઓનો સામનો કરી આ ઝેર પીશું અને નીલકંઠ બનીશું.
વધુમાં તેમણે કહ્યુ હતું આરબીઆઈઍ બેંકોને આવા નુકસાનથી બચવા ૨૦૧૬માં સચોટ નિર્દેશ આપ્યાં હતાં, પણ બેંકોઍ તેનું પાલન કર્યુ ન હતું. બેંકિંગ રેગ્યુલેટર બધાં કૌભાંડને પકડીને તેને અટકાવી શકતાં નથી. આપરાધિક તપાસ અને દંડ જેવી કાર્યવાહી માત્ર કૌભાંડ પ્રત્યે હત્સોાહિત કરી શકાય છે. પીઍનબી કૌભાંડ ઓપરેશન ફેલિયરનું પરિણામ છે જે આરબીઆઈઍ આપેલાં દિશાનિર્દેશ છતાં આંતરીક પ્રક્રિયાની નિષ્ફળતાના કારણે થયો હતો.

  • Related Posts