સિમોના હાલેપ બની ફ્રેંચ ઓપન ૨૦૧૮ની મહારાણી

  • 7
    Shares

ફ્રેંચ ઓપન ૨૦૧૮ની મહિલા સિંગલની ફાઇનલમાં દુનિયાની નંબર વન ટેનિસ ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપે અમેરીકાની સ્લોન સ્ટીફન્સને હરાવીને પહેલી વખત ફ્રેંચ ઓપન ટાઇટલ પોતાને નામ કર્યુ છે. ફ્રેંચ ઓપનની ફાઇનલમાં પ્રથમ સેટ સિમોનાએ સ્ટીફન્સ સામે ૩-૬ થી ગુમાવ્યા બાદ જોરદાર વળતી લડત આપીને બીજા બે સેટ જીતીને ફ્રેંચ ઓપન ટાઇટલ પર પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. છેવટે સિમોનાએ ૩-૬,૬-૪,,૬-૧ થી ફાઇનલ પોતાને નામ કરવામાં સફળતા હાંસલ કરી હતી.

ત્રીજી વખત ફ્રેંચ ઓપન ફાઇનલ રમવા ઉતરેલી સિમોનાની શરૂઆત સારી રહી ન હતી. શરૂઆતની સેટમાં બેકફુટ પર ગયેલી સિમોનાએ પ્રથમ સેટ ગુમાવ્યા બાદ પણ પોતાનો વિશ્વાસ ગુમાવ્યો ન હતો. બીજા સેટમાં સિમોનાના વળતા હુમલા સ્ટીફન્સ સહી શકી ન હતી. બીજો સેટ સિમોનાએ ૬-૪ થી જીતીને બરાબરી કરી હતી. ત્રીજા સેટમાં સિમોના સામે સ્ટીફન્સે હથિયાર મુકી દિધા હોય તે રીતે સિમોનાએ ફાઇનલ સેટ ૬-૧થી જીતીને ફ્રેંચ ઓપનમાં નવા અધ્યાયની શરૂઆત કરી હતી.

આ પહેલા સિમોના હાલેપ ૨૦૧૪ અને ૨૦૧૭ માં પણ ફ્રેંચ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ બંને વખત સિમોનાએ નિરાશ થવું પડ્યું હતું અને ટાઇટલ જીતવાથી વંચિત રહી હતી. ફાઇનલ પહેલા સિમોના હાલેપે સેમી ફાઇનલમાં મુગુરૂજાને ૬-૧,૬-૪ થી હાર આપી હતી.

ફ્રેંચ ઓપન રનર્સ અપ રહેલી સ્ટીફન્સે આ પહેલા ૨૦૧૭ માં યુએસ ઓપન ટાઇટલ જીતીને ટેનિસ જગતમાં ચર્ચા જગાવી હતી. ફ્રેંચ ઓપનની સેમીફાઇનલમાં સ્ટીફન્સે કીજને ૬-૪,૬-૪ થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

 

  • Related Posts