સારા રસ્તા જોઇઍ તો ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે : ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઍ આજે જણાવ્યું કે જો સારા રસ્તા જોઇતા હોય તો લોકોઍ ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે પૂરતું ફંડ ન હોવાથી ટોલ સિસ્ટમ યથાવત રહેશે. લોકસભામાં માર્ગ પરિવહન અને હાઇ વે મંત્રાલય માટે ગ્રાન્ટ્સની માગણી
માટેની ચર્ચાનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષોમાં સરકારે ૪૦૦૦૦ કિમીના હાઇ વે બનાવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં ટોલ ઉઘરાણા અંગે કેટલાંક સભ્યોઍ વ્યક્ત કરેલી ચિંતા અંગે તેમણે કહ્નાં કે જે વિસ્તારોની ચૂકવવાની ક્ષમતા છે ઍ વિસ્તારોમાં
ઉઘરાવાયેલા ટોલનો ઉપયોગ ગ્રામિણ અને પર્વતીય વિસ્તારોમાં રોડ બનાવવા માટે થાય છે. ‘ટોલ જિંદગીભર બંધ નહીં હો સક્તા, કમ જ્યાદા હો સક્તા હૈ, ટોલ કા જન્મદાતા મેં હું….’ ઍમ તેમણે કહ્નાં હતું. તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જહોન ઍફ કેનેડીને ટાંક્યા કે
અમેરિકાના રસ્તા ઍટલા માટે સારા નથી કેમ કે અમેરિકા ધનવાન છે, પણ અમેરિકા ઍટલા માટે ધનવાન છે કેમ કે તેના રસ્તા સારા છે.