E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

સાયબર ક્રાઇમની વૈશ્વિક સમસ્યા સામે લડવા સહિયારા ­યાસો આવશ્યક : રૂપાણી

ગાંધીનગરમાં ૮ ઇન્ટરપા કોન્ફરન્સનો આરંભ કરાવતા રૂપાણી. સાયબર ક્રાઈમને માત આપવા વિશ્વના ૫૬ દેશના ૧૦૦ અધિકારીઑ ગુજરાતમાં. સાયબર ક્રાઇમની વૈશ્વિક સમસ્યા સામે સાયબર સિકયુરિટીના સઘન પગલાંઑ અને તેની સામે લડવા સહિયારા પગલા ભરવા જરૂરી છે. સાયબર ક્રાઇમ ઍ કોઇ ઍકાદ રાષ્ટ્રની નહિં પરંતુ વિશ્વની પડકારરૂપ સમસ્યા બની છે અને આ સમસ્યાને નિપટવા તથા તેની સામે સજ્જ થવા સૌ સાથે બેસીને વિચાર મંથન કરે તે સમયની માંગ છે તેમ સીઍમ વિજય રૂપાણીઍ કહયું હતું.

ગાંધીનગરમાં યોજાઇ રહેલી ૮મી ઇન્ટરપા કોન્ફરન્સનો  આરંભ કરાવતા રૂપાણીઍ કહયું હતું કે, ડિઝીટલી કનેકટેડ વિશ્વમાં સાયબર ક્રાઇમ અને સાયબર ઍટેક સમગ્ર માનવજાત માટે ખતરો છે. આ કોન્ફરન્સનું આયોજન ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ પોલીસ ઍકેડેમીઝ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ઉપક્રમે આજથી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ગાંધીનગરમાં થયું છે. ૫૬ રાષ્ટ્રોના ૧૦૦ થી વધુ સિનીયર પોલીસ ઑફિસરોઍ આ પરિષદ માટે નોમિનેશન કરાવેલું છે.

તેમણે જણાવ્યું કે, સાયબર સ્પેસમાં ઉપલબ્ધ ડેટાની સુરક્ષા-જાળવણી અને સંભવિત સાયબર ઍટેકથી તેને સુરક્ષિત રાખવા ઇન્ટરપાના સહભાગી રાષ્ટ્રો સામૂહિક વિચાર વિમર્શથી નક્કર પરિણામોની દિશામાં આગળ વધે તે સમયની માંગ છે.  આ ­સંગે ઇન્ટરપાના ­મુખ ર્ડા. ઇલમાઝ કોલક દ્વારા ફોરન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેકટર જે ઍમ વ્યાસને લાઇફ ટાઇમ ઍચીવમેન્ટ ઍવોર્ડ પણ ઍનાયત કરાયો હતો. ઇન્ટરપાના અધ્યક્ષ ર્ડા.ઇલમાઝ કોલાકે સાયબર સુરક્ષાનું મહત્વ સમજાવતાં કહ્નાં હતું કે, ૮મી ઇન્ટરપાના આયોજનથી વિશ્વભરના સાયબર તજ્જજ્ઞો અને પોલીસ અધિકારીઑ પોતાના અનુભવો તેમજ જ્ઞાનનું આદાન- ­દાન કરશે. સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સાયબર ગુનાઑ અટકાવવા આ ત્રિવસીય ઇન્ટરપા ખૂબ જ મહત્વની સાબિત થશે.

Latest

જાસૂસી મામલે જેલમાં બંધ પાકિસ્તાની કેદીની જયપુર જેલમાં હત્યા
દક્ષિણ કોરિયામાં પીઍમ મોદીઍ મહાત્મા ગાધીની પ્રતિમાનુ અનાવરણ કર્યુ
આઇઍલ ઍન્ડ ઍફઍસ કટોકટી : ઇડીના છ સ્થળોઍ દરોડા
કાપડ માર્કેટમાં હવે સર્જિકલ સ્ટ્રાઇક-ટુ અને હેન્ડ ગ્રેનેડની બિલબુક!
‘સ્ટેચ્યુ’ને ધાનાણીઍ ભંગાર કહેતા ગૃહમાં ધમાલ
આર્મી ચીફ બિપિન રાવતે તેજસથી ભારે ઉડાણ
સરકારની વેબસાઇટમાં સ્ક્રેપનો ઉલ્લેખ નથી તેમ છતાં ધાનાણીની જૂઠાણાથી બધાને ગેરમાર્ગે દ ....
મસૂદ અઝહર અને હાફિઝ સઇદને અંડરગ્રાઉન્ડ થઇ જવા પાકિસ્તાન સેનાની સૂચના
ફરીથી સજી રહી છે દેશની પહેલી મારૂતિ ૮૦૦
કેરળ પોલીસ દળમાં જોડાયો દેશનો પહેલો હ્નામોનોઇડ રોબોટ