સમગ્ર દુનિયામાં ચર્ચામાં રહેલી ક્રીપ્ટો કરન્સીથી અબજપતિ બનેલા અમેરિકાના ક્રિસ લારસેન

છેલ્લા ઍકાદ-બે વર્ષથી ચહલપહલ મચાવનારા ક્રીપ્ટો કરન્સી આજે સમગ્ર દુનિયામાં ગુંજી ઉઠ્યું છે. ઍટલું જ નહીં ફોર્બ્સ દ્વારા ક્રીપ્ટો કરન્સીથી અબજોપતિ બનેલા ટોપ ટેનની યાદી જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રીપ્ટો કરન્સીથી કેટલાય લોકો કરોડપતિ બન્યા છે, ત્યારે કેટલાકે કરોડો રૂપિયા ગુમાવ્યા છે.
છેલ્લા બે દસકાથી ક્રીપ્ટો કરન્સી બજારમાં આવ્યા છે, લગભગ ૧૫૦૦ જાતના ક્રીપ્ટો કરન્સી ઉપલબ્ધ છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં આ કરન્સીમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને તેની વેલ્યુ અંદાજે ૫૫૦ અરબ ડોલરને કુદાવી દીધી છે. જે ૨૦૧૭ની સાલની શરૂઆતથી અંદાજે ૩૧ ગણા ઉછળી ગયા છે. જેમાં સૌથી વધુ પોપ્યુલર બિટકોઇન છે, જોકે, છેલ્લા ઍકાદ મહિનાથી બિટકોઇનમાં જોરદર ઘટાડો નોંધાયો છે. જેની પાછળનું કારણ ભારત સહિત ઘણા બધા દેશોદ્વારા તેની સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. પરંતુ આ બિટકોઇન સામે સખતાઇ રાખવા છતાં હજુય તેના કામકાજને રોકી શકવામાં સફળ થઇ શકયા નથી.
બિટકોઇન, ઇથેરીયમ, ઍકસઆરપી, રિપ્પલ જેવી ક્રીપ્ટો કરન્સીની બજાર વેલ્યુ ખૂબ વધી રહી છે, તેની સાથે રોકાણ કરનારા રોકાણકારોની સંખ્યામાં પણ ઍકાઍક ઘોડાપુર જોવા મળ્યો છે. જેના પગલે ફોર્બ્સ મેગેઝીન દ્વરાા પ્રથમ વખત ક્રીપ્ટો કરન્સીથી અબજપતિ બનેલાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌથી ઉપર અમેરિકાના ક્રિસ લારસેનનું નામ આવે છે. જેમની ક્રિપ્ટો નેટવર્થ ૭.૫થી ૮ અરબ ડોલર ઍટલે કે ૫૨ હાજર કરોડની થવા પામી છે. લારસેન રિપ્પલના સહ સંસ્થાપક છે અને તેમની ઉંમર ૫૭ વર્ષની છે.

  • Related Posts