સચીન ઍસઇઝેડમાં ફરી ઇડીના દરોડા : આ વખતે નીરવ મોદીની ત્રણ હિડન કંપનીઓને વરુણીમાં લેવાઇ

……

સુરત : પંજાબ નેશનલ બેંકના ૧૧૪૦૦ કરોડના ઍલઓયુ કૌભાંડમાં મુંબઇ પહોંચેલી ઇડીની ટીમ સુરત ફરી દોડી આવી છે. રવિવારે ઇડીની ટીમ મુંબઇ પહોંચી હતી. આ ટીમે સુરત સેઝમાં આવેલી કૌભાંડી નીરવ મોદીની બે કંપની અને બેલ્જિીયમ ટાવરમાં આવેલી ઍક્ષ્પોર્ટ કંપનીના દસ્તાવેજ જપ્ત કરી મુંબઇમાં અભ્યાસ કર્યો હતો. તે દરમ્યિાન ફાયરસ્ટાર ફાયરસ્ટાર ડાયમંડ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ અને ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ. પ્રા.લિ.ના ડોકયુમેન્ટની તપાસ દરમ્યાન નીરવ મોદીની વધુ કંપનીઓ સચીન સેઝમાં હોવાની માહિતી મળતા ઇડીઍ ફરી આજે સવારે સેઝમાં દરોડા પાડયા હતા.
આ ત્રણેય કંપની નીરવ મોદીની હિડન કંપની હતી અને આ કંપનીઓ થકી પણ નીરવ મોદી ડાયમંડ અને જેમ ઍન્ડ જવેલરીનો કહેવાતો વેપાર કરતો હતો. ત્રણેય ડાયમંડ કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા. લિ.ની સીસ્ટર કન્સર્ન કંપની હોવાના ડોકયુમેન્ટ મળતા ઇડીની ટીમ ચોંકી ઉઠી હતી. પુરાવાઓનો નાશ થાય તે પહેલા મુંબઇ પહોંચેલી ઇડીની ટીમ ગઇકાલે મઘ્યરાત્રે સુરત આવી પહોંચી હતી અને સવારની પહેલી શિફટ શરુ થાય તે સાથે જ અધિકારીઓ ત્રણ ટીમ બનાવી સોલાર ઍક્ષ્પોર્ટ, સ્ટેલર ડાયમંડ અને આરયુઍસ ડાયમંડમાં પહોંચી હતી. આ ત્રણેય કંપનીઓમાંથી ઇડીઍ કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે સાથે કટ ઍન્ડ પોલીશ્ડ ડાયમંડ અને જેમ ઍન્ડ જવેલરીની પ્રોડકટનું વેલ્યુઍશન શરુ કયુઝ્ હતું. સચીન સેઝમાં જાણે ઇડીને નીરવ મોદીનો ખજાનો હાથ લાગ્યો છે. તેવી સ્થિતિ જણાઇ રહી છે.
બોક્ષ………………………..
સેઝમાં આïવેલી નીરવ મોદીની સોલાર ઍક્ષ્પોર્ટ, સ્ટેલર ડાયમંડ અને આરયુઍસ ડાયમંડ પેઢીઓ વરુણીમાં લેવાઇ
ઇડીને શંકા છે કે સેઝમાં ઍકનો ઍક માલ ઍક્ષ્પોર્ટ થતો હતો અને ઍ જ માલ જુદા-જુદા દેશોમાં ફરી રી ઇમ્પોર્ટ થતો હતો
આજે સવારે મુંબઇ ઇડીની ટીમ ફરી સચીન સ્થિત સુરત ઍસઇઝેડમાં આવી પહોંચી હતી. આ ટીમો ઍસઇઝેડમાં આવેલી નીરવ મોદીની મનાતી વધુ કંપનીઓ સોલાર ઍક્ષ્પોર્ટ, સ્ટેલર ડાયમંડ અને આરયુઍસ ડાયમંડમાં પહોંચી કર્મચારીઓને કંપનીની બહાર જતા રહેવા જણાવ્યું હતું અને ઍ સાથે જ આ ત્રણેય કંપનીઓના જનરલ મેનેજર, માર્કેટીંગ મેનેજર અને ઍક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટનો હવાલો સંભાળનાર કર્મચારીઓની પુછપરછ કરી ડોકયુમેન્ટ જપ્ત કર્યા હતા. નીરવ મોદી સુરત ઍસઇઝેડના માધ્યમથી જેમ ઍન્ડ જવેલરી અને પોલીશ્ડ ડાયમંડ ઍક્ષ્પોર્ટ કરતો હતો. જયારે રફ ડાયમંડ, બ્રોકન ડાયમંડ અને રીજેકટેડ જવેલરી રી ઇમ્પોર્ટ કરતો હતો. ઇડીને શંકા છે કે સેઝમાં ઍકનો ઍક માલ ઍક્ષ્પોર્ટ થતો હતો અને ઍ જ માલ જુદા-જુદા દેશોમાં ફરી રી ઇમ્પોર્ટ થતો હતો. આ ટ્રાન્ઝેકશન ઍન્ટ્રી પર મોટાપાયે ઍલઓયુ થકી નાણા મેળવામાં આવતા હતા. જેની ગેરંટી પંજાબ નેશનલ બેંક આપતી હતી.

૧૩૧૯ કરોડની જવેલરી સુરતમાંથી પહેલા રાઉન્ડમાં જપ્ત થઇ, આ આંકડો ડબલ થવાની શકયતા
સુરતથી ૧૦૦૦ કરોડની મૂડી ગીતાંજલી જેમ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને સેબીની મંજી પણ તે માટે લેવામાં આવતી હતી
નીરવ મોદીના ઍલઓયુ કૌભાંડમાં ૧૩૧૯ કરોડની જવેલરી સુરતમાંથી પહેલા રાઉન્ડમાં જપ્ત થઇ, આ આંકડો ડબલ થવાની શકયતા છે. ઇડીને આજે જે મુદ્દામાલ અને દસ્તાવેજ મળ્યા છે તે જોતા સુરતમાંથી રીકવરીનો આંકડો ૨૫૦૦ કરોડને પાર જાય તેવી શકયતા સૂત્રોઍ વ્યકત કરી છે. ઇડીઍ ફાયરસ્ટાર ડાયમંડ, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ અને ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ. પ્રા.લિ.માંથી ૧૩૧૯ કરોડનો મુદ્દામાલ શનિવાર સુધીમાં જપ્ત કર્યો હતો.

નીરવ મોદીની ગજબની મોડસ ઓપરન્ડી, દુબઇથી કલર્ડ સ્ટોન મંગાવી દોરીની માળા બનાવ્યા પછી ઓવર વેલ્યુઍશન કરી જેવલરી તરીકે ઍક્ષ્પોર્ટ કરતો હતો
નીરવ મોદીની ગજબની મોડસ ઓપરન્ડી હતી. દુબઇથી કલર્ડ સ્ટોન મંગાવી દોરીની માળા બનાવ્યા પછી ઓવર વેલ્યુઍશન કરી જેવલરી તરીકે ઍક્ષ્પોર્ટ કરતો હતો. કાનાવાળા મોતી મંગાવી તેમાં દોરી પરોવ્યા પછી લંડન અને આફ્રિકાના દેશોમાં જવેલરી તરીકે ઍક્ષ્પોર્ટ કરવામાં આવતું હતું. ૧૦૦ રૂપિયાના કેરેટ માલને ૧૦૦૦ રૂપિયાનું ઇન્વોઇસ બનાવી ઇમ્પોર્ટ કર્યા પછી આ જ દાગીના ૨૦૦૦ રૂપિયામાં ઍક્ષ્પોર્ટ થતા હતા અને ફરી વાયા દુબઇ ભારતમાં પરત આવતા હતા. આ ચેઇન પર નીરવ મોદીને ઍલઓયુ સ્વરૂપે કરોડો રૂપિયા વાપરવા માટે મળતા હતા. ઇડીને તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે નીરવ મોદી દુબઇમાં જે કંપનીને માલ આપતો હતો. તે કંપની છ મહિના વર્ષ ચાલી બંધ થઇ જતી હતી અને તેના બેંક ઍકાઉન્ટ પણ બંધ થઇ જતા હતા. દુબઇમાં આ ખાતાઓ કોણ ઓપરેટ કરતું હતું. તેની કોઇ વિગત ઇડીને મળી નથી. આ તમામ કૌભાંડ નીરવ મોદી સેલાર ઍક્ષ્પોર્ટ, સ્ટેલર ડાયમંડ અને આરયુઍસ ડાયમંડ થકી કરતો હતો. ઇડીઍ મુંબઇમાં આ ડોકયુમેન્ટની તપાસ કરી હતી. સુરતથી ૧૦૦૦ કરોડની મૂડી ગીતાંજલી જેમ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને સેબીની મંજી પણ તે માટે લેવામાં આવતી હતી.

સુરતમાંથી નીરવ મોદીની છ કંપનીઓ મળી આવી હજી કેટલી કંપનીઓ છે *
કંપનીનું નામ સરનામુ
ફાયરસ્ટાર ડાયમંડ પ્લોટ નંબર ૧૭થી૨૦ અને ૬૭, સચીન સેઝ
ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્લોટ નંબર ૨૬, સચીન સેઝ
ફાયરસ્ટાર ડાયમંડ ઇ. પ્રા.લિ. ૫૨૦થી ૫૨૨, બેલ્જિીયમ ટાવર
સોલાર ઍક્ષ્પોર્ટ પ્લોટ નંબર ૩૦૨, સચીન સેઝ
સ્ટેલર ડાયમંડ ૧૪૬ઍ, સચીન સેઝ
આરયુઍસ ડાયમંડ પ્લોટ નંબર ૩૦૧, સચીન સેઝ

  • Related Posts