સચિને સહેવાગ અંગે ખોલ્યું મોટું રહસ્ય

  • 156
    Shares

 

૯: ભારતીય ક્રિકેટ ટીમનાં વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વર્ષ ૨૦૦૨ માં પહેલી વાર સચિન તેંડુલકર સાથે ભારત માટે ઓપિંનગ કર્યુ હતું. ત્યારબાદ ૨૦૦૩ વર્લ્ડકપમાં આ બંનેની જોડીએ  ભારતીય ટીમ માટે ઉમદા પ્રદર્શન કર્યુ હતું.

સહેવાગ પહેલેથી જ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો હતો. ક્રિકેટમાંથી નિવૃત્ત થયાં બાદ લાંબા સમય પછી વિરુ-સચિનની જોડી એ ક શોમાં સાથે દેખાયા. વિક્રમ સાઠાયેના શો ‘ વોટ ધ ડક ’ માં આ હિટ જોડી પાર્ટનરશિપ કરવાં ઉતરી હતી.

આ દરમિયાન બંનેએ  પોતાની ઘણી યાદોને વાગોળી હતી. સચિન તેંડુલકરે જુનાં દિવસોને યાદ કરીને કહ્યુ કે સહેવાગ જ્યારે ટીમમાં આવ્યો ત્યારે મારી સાથે વાત કરતો ન હતો. સચિને કહ્યું ‘ સહેવાગ ટીમમાં આવ્યા બાદ ડ્રેસિંગ રૂમમાં ચુપચાપ બેસી રહેતો હતો.

એ ક દિવસે મેં સહેવાગને કહ્યું કે ચાલ કેન્ટિનમાં ખાવા જઇએ  તો એ ના પર સહેવાગ ડરીડરીને મારી પાસે આવ્યો. ત્યારબાદ મેં તેની સાથે વાત કરવાની શરૂઆત કરી ’

સચિને આગળ જણાવ્યું કે ‘ સહેવાગ સાથે ઘણીવાર મારે બેટીંગ કરવી પડતી હતી તે માટે જરૂરી હતું કે અમે બંને એ કબીજાને બરાબર સમજીએ ’ વિરેન્દ્ર સહેવાગે પણ સચિનની પ્રશંસા કરતાં કહ્યું કે ‘ સચિને બેટિંગ દરમિયાન મારી ઘણી મદદ કરી છે.

સચિને સહેવાગને લઇને કહ્યું કે સહેવાગ ત્યારબાદ એ ટલો ખુલી ગયેલો કે પછી તે ડ્રેસિંગ રૂમમાં કંઇને કંઇ બોલ્યા જ રાખતો હતો. તેથી સહેવાગને ચુપ રાખવા માટે સચિન કેળાં લઇને આવતાં હતાં. સચિન મુજબ સહેવાગને કેળાં આપીને થોડા સમય માટે તેનું મોં બંધ કરાવવાંમાં સફળ રહેતો.

 

  • Related Posts