સચિનની કોહલીને સલાહ : તારા મનની વાત સાંભળ

  • 6
    Shares

ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે અોળખાતા માજી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરે મંગળવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપતા કહ્યું હતું કે તેણે પોતાના મનની વાત સાંભળવી જાઇઍ અને પોતાની જારદાર બેટિંગ ચાલુ રાખવી જાઇઍ. સચિને બીજી ટેસ્ટ શરૂ થતા પહેલા કોહલીને સલાહ આપતા કહ્યું હતું કે ભલે તુ ગમે તેટલા રન બનાવે પણ ક્યારેય સંતુષ્ટ ન થતો, કારણકે જ્યારે બેટ્સમેન સંતુષ્ટ થઇ જાય છે ત્યારે તેનો ખરાબ સમય શરૂ થઇ જાય છે અને તેના કારણે તેનું પતન થવા માંડે છે.
સચિને ઍક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હુ કહીશ કે તેણે ઍ જ કરવું જોઇઍ જે તે કરતો રહ્યું છે. તે જોરદાર કામ કરી રહ્યું છે તેથી તેણે ઍવું જ રમતા રહેવું જોઇઍ. સચિને કહ્યું હતું કે આજુબાજુ શું થઇ રહ્યું છે તે બાબતે વિચારવાનું છોડીને તેણે પોતાનું ધ્યાન ઍ બાબતો પર લગાવવું જોઇઍ જે તેણે મેળવવાનું હોય અને માત્ર પોતાના મનની વાત સાંભળે. માજી ખેલાડીઍ કહ્યું હતું કે આ દરમિયાન તમારા વિરુદ્ધમાં ઘણી બધી વાતો કહેવામાં આવે છે પણ જા તમે જે મેળવવા માગતા હોવ તેને મેળવવા માટે ઝનૂની હોવ તો પરિણામ તમારી તરફેણમાં આવે છે.

  • Related Posts