સંસદમાં મોદી VS રાહુલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભામાં દોઢ કલાક લાંબુ સંબોધન કર્યુ હતું, તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બજેટ સત્રમાં આપેલા ભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલી રહ્યા હતાં. તેમણે કોંગ્રેસ સરકાર, તેમની નીતિઓ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. વડા પ્રધાને કહ્યુ તમે (કોંગ્રેસે) ઍવું ઝેર રોપ્યું હતું કે આઝાદીના ૭૦ વર્ષ સુધી દેશની જનતાઍ તેની સજા ભોગવી હતી. અમે ડ્રોનથી કરી રહ્યા છીઍ નિરિક્ષણ

રાહુલ ગાંધી 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીઍ  કહ્યુ હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ સંસદમાં આરોપો લગાવવાના બદલે દેશને રાફેલ સૌદા, ખેડુતો અને નોકરીઓ અંગેના પ્રશ્નોના જવાબ આપવા જોઈઍ. રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર મોદીઍ લોકસભામાં જવાબ આપ્યો હતો ત્યારબાદ રાહુલ ગાંધીઍ પત્રકારોને કહ્યુ હતું ઍવું લાગે છે તે ભૂલી ગયાં છે કે તે વડા પ્રધાન છે નહીં કે વિરોધી પક્ષના નેતા.

વડા પ્રધાને દેશને પ્રશ્ન પૂછયાં હતાં પણ તે જવાબ નથી આપી રહ્યાં, અહીં (સંસદમાં) તમારે દેશને પ્રશ્ન પૂછવાના બદલે જવાબ આપવાના હોય છે, ઍમ તેમણે ઉમેર્યુ હતું.

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts