સંપત્તિ મામલે વોરેન બફેટ અને માર્ક ઝુકરબર્ગ બરાબરી પર

  • 7
    Shares

 

 

ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ ટુંક સમયમાં જ વોરેન બફેટને માત આપી દુનિયાનાં ત્રીજા સોૈથી અમીર વ્યક્તિ બની જશે. ઉંમરમાં વોરેન બફેટ કરતાં ૫૦ વર્ષ નાના માર્ક ઝુકરબર્ગની હાલની સંપત્તિ ૮૧.૬ અરબ ડોલર એટલે કે ૫ લાખ, ૫૦ હજાર કરોડ રૂપિયા છે. ૮૭ વર્ષના વોરેન બફેટની સંપત્તિ પણ હાલમાં ૮૧.૬ અરબ ડોલર છે. આ વર્ષે ફેસબુક ડેટા લીક મામલે વિવાદોમાં રહ્યાં હોવાં છતાં ઝુકરબર્ગની સંપત્તિમાં ૮.૮ અરબ ડોલરનો વધારો નોંધાયો છે. જોકે વિવાદના કારણે ફેસબુકના શેરોમાં ૧૮ ટકા ઘટાડો થયો હતો. ૨૭ માર્ચના રોજ ફેસબુકના શેરની કિંમત ૧૫૨.૨૨ ડોલર થઇ હતી જે હાલમાં ૨૦૨ ડોલર પર છે. કંપનીના શેરોની કિંમતોમાં વધારા બાદ કંપનીના અધિકારીઓની સંપત્તિમાં પણ વધારો થયો છે. ફેસબુકના ચીફ ઓપરેટીંગ અધિકારી શેરીલ સેંડબર્ગની સંપત્તિ ૧.૮ અરબ ડોલર થઇ છે

  • Related Posts