શ્રીલંકા સામે ટી-૨૦માં હીટ વિકેટ થનારો રાહુલ પ્રથમ ભારતીય બેટ્સમેન

શ્રીલંકા સામેની ટી-૨૦ મેચમાં લોકેશ રાહુલે ઍક અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રાહુલ આ મેચમાં હીટ વિકેટ થયો હતો અને ટી-૨૦માં આ પ્રકારે આઉટ થનારો તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો, જ્યારે આ ફોર્મેટમાં વિશ્વસ્તરે તે હીટ વિકેટ થનારો ૧૦મો ખેલાડી બન્યો હતો. રાહુલ પહેલા દક્ષિણ આફ્રિકાનો ઍબી ડિવિલિયર્સ, શ્રીલંકાનો દિનેશ ચંદીમલ, પાકિસ્તાનનો મિસ્બાહ ઉલ હક અને મંહમદ હાફિઝ હિટ વિકેટ આઉટ થઇ ચુક્યા છે. ભારત તરફથી લાલા અમરનાથ ટેસ્ટમાં જ્યારે નયન મોંગિયા વનડેમાં હિટ વિકેટ થનારા પ્રથમ ભારતીય બન્યા હતા. વનડે ફોર્મેટમાં ભારત તરફથી કુલ ચાર ખેલાડી હિટ વિકેટ થઇ ચુક્યા છે. જેમાં નયન મોંગિયા ઉપરાંત અનિલ કુંબલે, સચિન તેંદુલકર અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં લાલા અમરનાથ ઉપરાંત તેમના પુત્ર મોહિન્દર અમરનાથનું નામ આવે છે, તે કુલ ત્રણવાર હિટ વિકેટ થયો હતો. કોહલી ટેસ્ટ અને વનડે બંનેમાં હિટ વિકેટ થવાનો રેકોર્ડ ધરાવે છે.

  • Related Posts