શેરબજારમાં ઇન્ટ્રાડેમાં ૧૨૭૪ પોઇન્ટનો જોરદાર કડાકો, બજેટથી અત્યારસુધીમાં ૨૮૦૦ પોઇન્ટનું ગાબડું

અમેરિકામાં બોન્ડ યીલ્ડ ૨.૮૮ ટકા સુધી પહોંચી જતાં છ વર્ષના સૌથી મોટા પાંચ ટકા સુધીના કડાકા બોલાઇ ગયા હતા, જેની પાછળ ઍશિયન-યુરોપીયન અને ભારતીય શેરબજારોમાં પણ જોરદાર કડાકા-ભડાકા થઇ ગયા હતા, જેમાં આજે વધુ ઍક વાર ભારતીય શેરબજારમાં સેન્સેક્ષ ૧૦૦૦ પોઇન્ટના જોરદાર કડાકાના લીધે રોકાણકારોના વધુ રૂ. પાંચ લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા. જોકે, આજે શરૂઆતી બજારમાં મચેલા કોહરામથી આર્થિક નિષ્ણાંતો પણ કરેકશન શબ્દ બોલતા બંધ થઇ ગયા હતા અને તમામ લેવલો તોડી નાંખ્યા હતા. પરંતુ આજે નીચા સ્તરેથી ખરીદી જોવા મળી હતી અને સેન્સેક્ષમાં ૯૦૦ પોઇન્ટની રીકવરી જોવા મળી હતી, પણ સેન્સેક્ષ ૫૬૧ પોઇન્ટ તુટીને ૩૪૨૦૦ની સપાટી તોડીને બંધ રહયા હતા. નિફટી પણ ૧૦૫૦૦ની નીચે બંધ રહયો હતો.
અત્રે ઍ નોંધનીય છે કે, બજેટથી શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલમાં ભારતના મોટા રોકાણકારો રાકેશ ઝુનઝુનવાલા, ડોલી ખન્ના તથા આશિષ કચોલીયા જેવા દિગ્ગજ રોકાણકારો પણ ઝપટમાં આવી ગયા છે. તેઓને પણ આ ઉથલપાથલથી મોટુ નુકશાન થયાના અહેવાલ મળી રહયા છે. આંકડાકીય માહિતી અનુસીર ઝુનઝુનવાલાના પોર્ટફોલીયોમાં ૩૨ ટકાનો જોરદાર ઝટકો આવ્યો છે, જેમાં ઍપટેક ૩૪ ટકા, ્પોરઝોન, જિયોજીત, ઍમસીઍક્સ, અનંતરાજમાં ૨૬થી ૨૭ ટકા તુટયા હતા. જ્યારે ઓટોલાઇન ઇન્ડ, ફેડરલ બેન્ક, ઓરીઍન્ટ સીમેન્ટમા ૨૪ ટકા કમઝોન થયા છે. જ્યારે ઝુનઝુનવાલાની ઍક ટકા હિસ્સેદારી ધરાવતા ૩૦ કંપનીના શેરોમાં ૨૦થી વધુ અને ૨૦૧૮માં ૩૨ ટકા સુધી ઘટયા છે. જ્યારે આશિષ કચોલિયાના શેલી ઍન્જી., ઍસપી ઍપરલ્સ, ટાઇમ ટેકનોપ્લાસ્ટ, લોકેશ મશીન્સ, જેનસ પાવર, પરાગ મીલ્ક, જીઍચસીઍલ અને આશિયાના જેવા શેરોમાં ૧૧ ટકાથી ૨૦ ટકા સુધીનો કડાકો બોલાયો છે. જ્યારે ડોલી ખન્નાના પોર્ટફોલીયોને ૨૫ ટકા સુધીનું નુકશાન થવા પા્યું છે. જેમાં ર્સ્ટલીંગ ટુલ્સ, દ્વારકેશ સુગર, નંદન ડેનીમ, ઍમકે ગ્લોબલ, રુચીરા પેપર, મન્નાપુરમ ફાઇ., જીઍનઍફસીી, રેન ઇન્ડ. આઇઍફબી ઍગ્રોનો સમાવેશ થાય છે.
અમેરિકાની પાછળ ઍશિયન બજારોમાં પણ જોરદાર કડાકો બોલાયો હતો, તેના પગલે આજે ભારતીય શેરબજાર માટે મંગળવાર અમંગળકારી સાબિત થયો હતો અને બજાર ખુલતાની સાથે જ નજીવી સેંકડોમાં સેન્સેક્ષ ૧૨૫૦ પોઇન્ટ સુધી તુટી જઇને ૩૩૫૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી, જેના લીધે રોકાણકારોના રૂ. ૫.૪૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. આમ, બજેટ બાદ અત્યાર સુધીના ટ્રેડીંગ સેસન્સમાં શેરબજારમાં ૨૮૦૦ પોઇન્ટનું ગાબડું પડી ચુકયું છે.
બજેટ રજૂ કર્યાથી અત્યાર સુધીમાં શેરબજારના ટ્રેડીંગમાં સતત વેચવાલી જોવા મળી છે અને રોજ નવા નીચા ભાવ બોલાતા હતા, જેના લીધે રોકાણકારોના વેલ્થ ઉપર મોટી અસર થવા પામી છે. ઍક અંદાજે બજેટથી અત્યાર સુધીમાં રોકાણકારોના રૂ ૧૨.૫૦ કરોડનું ધોવાણ થઇ ચુક્યું છે. આમ, લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્સના ૧૦ ટકા લેખે રૂ. ૪૦ હજાર કરોડના અંદાજ સામે રોકાણકારોઍ રૂ. ૧૨.૫૦ લાખનું નુકશાન વેઠવું પડયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
ગત શુક્વારથી અમેરિકન બજારોમાં વેચવાલીનું જોરદાર તોફાન ચાલી રહયું છે. ડાઉ જોન્સ ગત શુક્રવારે ૬૬૬ પોઇન્ટ તુટયા બાદ સોમવારે ૧૧૭૫ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો, જે ૪.૬૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. ઍક સમયે ડાઉ જોન્સ ૧૬૦૦ પોઇન્ટ સુધી તુટી ગયો હતો. જ્યારે ઍસ ઍન્ડ પી ૫૦૦ ઇન્ડેક્ષ ૪.૧૦ ટકા અને નાસ્ડેક ૩.૭૮ ટકા સુધી તુટી ગયો હતો. જેની સીધી અસર ઍશિયન, યુરોપીયન અને ભારતીય બજાર ઉપર જોવા મળી હતી. ઍશિયન બજારોમાં ટોકયો બજાર પાંચ ટકા, હોંગકોંગ ૪ ટકા, સીડની ૩ ટકા, સીંંગાપોર ૨.૩ ટકા, કોસ્પી ૩ ટકા અને તાઇપેઇ ૩.૭ ટકા સુધી તુટી ગયા હતા.
ભારતીય શેરબજાર આજે ખુલતાની સાથે જ મોટો કડાકો બોલાઇ ગયો હતો અને લાર્જકેપ શેરોમાં સેન્સેક્ષના ૩૦ અને નિફટીના ૫૦ શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. જ્યારે મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં પણ ત્રણ ટકાનો કડાકો બોલાઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧લી ફેબના રોજ જાહેર થયેલા બજેટથી અત્યાર સુધીના તમામ ટ્રેડીંગ સેસન્સમાં શેરબજાર તુટયા છે. જેમાં ૧લી ફેબના રોજ ૫૯ પોઇન્ટ, ૨જીઍ ૮૪૦ પોઇન્ટ, પમીઍ ૩૧૦ પોઇન્ટ અને આજે ૧૨૭૪ પોઇન્ટ સુધી ઘટયો હતો. આમ, બજેટમાં લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેક્સના લીધે બજારમાં કડાકો બોલાયો હતો અને છેલ્લા બે ટ્રેડીંગ સેસન્સથી વૈશ્વિક સંકેતોની સીધી અસર જોવા મળી હતી, જેના પગલે મોટો કડાકો બોલાઇ ગયો છે.
શેરબજારના ઇતિહાસમાં ઇન્ટ્રાડે દરમ્યાન મોટા કડાકાની છઠ્ઠી ઘટના બની છે. જેમાં રોકાણકારોઍ રૂ. પાંચ લાખ કરોડથી પણ વધુ ડુબી જવા પામ્યા છે. જેમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ ઇન્ટ્રાડે ઇતિહાસની સૌથી મોટો કડાકો બોલાયો હતો. જેમાં સેન્સેક્ષ ૨૨૭૨.૯૩ પોઇન્ટ તુટયો હતો. સેન્સેક્ષમાં છેલ્લા છ દિવસમાં ૨૦૮૭.૩૧ પોઇન્ટ ઍટલે કે ૫.૭૫ ટકા તુટયો છે. જ્યારે રેકોર્ડ હાઇ લેવલથી ૬.૧૭ ટકા તુટયો હતો.

  • Related Posts