શેરબજારનો મહત્વનો નિર્ણય, ભારતીય મુડી વિદેશી બજારોમાં જતા રોકવા માટે લીધેલા પગલાં

ભારતીય શેરબજાર સાથે જોડાયેલા ત્રણ ઍકસચેન્જે ઍક સાથે મળીને ઍક મહત્વનો નિર્ણય લીધો છે, જેઓનું લક્ષ્ય ભારતીય મુડી વિદેશી બજારોમાં જતા રોકવાનો છે, વિદેશી શેરબજારોમાં ભારતીય શેરબજાર સાથે જોડાયેલી ડેરીવેટીવ ટ્રેડીંગને અટકાવી દેવામાં આવ્યો છે. દેશના ત્રણ શેરબજાર ઍનઍસઇ, બીઍસઇ અને મેટ્રોપોલીશન શેરબજારે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે.
આ ત્રણેય ઍકસચેન્જ દ્વારા જણાવાયું છે કે, ભારતીય મુડી વિદેશી બજારોમાં જઇ રહી હતી, વિદેશી શેરબજારોમાં જે શેરબજારમાં ડેરીવેટીવ્સમાં કામકાજ થતા હતા, તેને અટકાવી દેવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં મુકી દેવામાં આવશે.
આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સેબીની સલાહ બાદ આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. સીંગાપોર ઍકસચેન્જમાં ઍનઍસઇના ૫૦ શેરોમાં તમામ સીંગલ સ્ટોક ફયુચર શરૂ કરવાનું ઍલાન કરવામાં આવ્યું છે, ત્યારે આ પગલુ ભરવામાં આવ્યું છે. શેરબજારને ઍવો ડર હતો કે, ભારતીય મુડી બહારના બજારોમાં જતી રહેશે. આવી જ રીતે દુબઇ ખાતે ચાલતા સેન્સેક્ષ ફયુચરને પણ ભારતમાંથી કોઇ આંકડા ઉપલબ્ધ થશે નહીં. આમ, આ નિર્ણયથી દેશના શેરબજાર સીંગાપુરમાં ચાલતા ઍસજીઍક નિફટીના ડેટા ઉપલબ્ધ નહીં થઇ શકે.
જોકે, આ નિર્ણય અંગે આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે, વૈશ્વીકરણની દુનિયામાં આ નિર્ણય સરંક્ષણવાદી લાગે છે, જે ભારતની વૈશ્વિક છબી સાથે યોગ્ય લાગતો નથી. આ સ્થાનિક કરન્સ તથા મસાલા બોન્ડ જેવા ભારતીય નાણાંકીય ઉત્પાદનોના વૈશ્વિકરણ માટે સારા સંકેત નથી, જેનું સોમવારે બજાર ઉપર અસર દેખાશે.
જોકે, છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી બજારોમાં ડેરીવેટીવ્સમાં ખુબજ કારોબાર થતો હતો, જે ભારતીય બજારોથી પણ વધી જતું હતુ, અને ભારતીય મુડી બહાર જતી રહેતી હતી, જે ભારતીય બજારો માટે સારા સંકેત નહતા. આ સંદર્ભે ગત શુક્રવારે ત્રણેય ઍકસચેન્જે આ નિર્ણય લીધો હતો, પરંતુ તેમાં ઍસજીઍક્સ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નહતી.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts