શેન વોર્ન પણ આઇપીઍલ છોડી સ્વદેશ ભેગો, ઇમોશનલ મેસેજ લખ્યો

  • 12
    Shares

આઇપીઍલ ૧૧નો રોમાંચ ચરમસીમાઍ પહોંચી ચુક્યો છે ત્યારે પ્લેઓફની રેસ માટે મથામણ કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમને મોેટો ફટકો પડ્યો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મંગળવારે મળેલા પરાજય પછી ટીમનો મેન્ટર શેન વોર્ન આઇપીઍલને છોડીને ઓસ્ટ્રેલિયા રવાના થયો છે. શેન વોર્ને પહેલાથી રાજસ્થાન રોયલ્સને છોડવાની જાહેરાત કરી દીધી હતી.

તેણે સ્વદેશ પરત ફરતાની સાથે જ ટ્વિટ કરીને ઇમોશનલ મેસેજ આપ્યો હતો. વોર્ને લખ્યું હતું કે મને રાજસ્થાન પરિવારમાં સામેલ કરવા બદલ આભાર. મે અહીં દરેક પળ માણી છે અને નવા મિત્રો બનાવ્યા છે.

અંતિમ મેચ ટીમ માટે મહત્વપૂર્ણ મેચ હતી, પણ આઇપીઍલમાં હંમેશા આવું થાય છે. તમે મોટી મેચમાં સારું પ્રદર્શન કરી નથી શકતા. કમ ઓન બોય્ઝ યુ હેવે ગોટ ધીસ!!

  • Related Posts