શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેઍ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ફરી ઍકવાર રાજનીતિ ગરમ થવા લાગી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પોતાના ૧૮ સાંસદો સાથે રવિવારે રામલલાના દરબારમાં પહોંચ્યા અને રામલલા મંદિરમાં પૂજા કરી હતી. તેમનું આ પગલું રામ મંદિર નિર્માણ માટે મોદી સરકાર પર રાજકીય દબાણના રૂપમાં જોવામાં આવી રહ્નાં છે. અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેઍ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્નાં કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર જો મંદિર બનાવવા તરફ પગલા ઉઠાવશે તો અમે સાથ આપીશું. ઉદ્ધવે કહ્નાં કે, કેન્દ્ર સરકાર રામ મંદિરને લઇને નિર્ણય કરે અને રામ મંદિર બનાવે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે વટહુકમ લાવીને મંદિર બનાવી શકાય છે. તેમણે કહ્નાં કે જો જરૂર પડી તો ફરીથી રામ મંદિર આંદોલન શરૂ કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે પાછલી વખતે જ્યારે હું આવ્યો તો લોકોને લાગ્યું કે હું રાજનીતિ કરવા માટે આવ્યો છે, પરંતુ ઍ સમયે મેં નારો આપ્યો હતો કે પહેલા મંદિર પછી સરકાર.. મેં કહ્નાં હતું હું ફરી આવીશ અને મેં મારો વાયદો નિભાવ્યો છે. આજે ફરી કહું છું કે મંદિર બનશે ઍટલે બનશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પોતાના પરિવાર સાથે આવ્યાં હતા અને રામ મંદિરને લઇને સરકારને પ્ર ‘ પણ પૂછ્યાં હતા. હવે લોકસભા ચૂંટણી બાદ સાધુ સંતોના જયકાર વચ્ચે ઉદ્ધવ ઠાકરે પોતાના ૧૮ સાંસદો સાથે અયોધ્યા પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે, રામ મંદિર અમારા માટે ક્યારેય રાજનીતિનો વિષય નથી રહ્ના, અમે રામના નામ પર મતો નથી માગતા.