શાહિદ આ વખતે મેચ અને દિલ બંને જીતી ગયો

શાહિદ આફ્રિદી એકમાત્ર એવો પાકિસ્તાની ક્રિકેટર છે જેના ફેન્સ ક્લબમાં પાકિસ્તાનીઓ કરતાં ભારતીયો વધારે હશે. પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા શાહિદ આફ્રિદીએ ફરી એક વખત ભારતીય પ્રશંસકોના દિલ જીત્યા છે

આફ્રિદી આજકાલ સ્વિત્ઝરલેન્ડમાં છે જ્યાં આઈસ ક્રિકેટ ટી-20 ચેલેન્જ ચાલી રહી છે. અંહી સહેવાગની ડાયમંડ ઇલેવન સામે શાહિદની રોયલ્સ ઇલેવન સામસામે હતી. બને મેચ રોયલ્સે જીતી હતી


ઇવેંટ બાદ શાહિદ આફ્રિદી પોતાના ફેન્સને મુલાકાત આપી રહ્યો હતો ત્યારે ત્યાં એક ભારતીય છોકરી પણ ઉપસ્થિત હતી. આફ્રિદી સાથે સેલ્ફિ લેવા માટે તલપાપડ છોકરીએ ભારતીય રાષ્ટ્રધ્વજને વીંટાળીને મૂકી દીધો હતો. આફરીદનુ તે તરફ ધ્યાન જતાં તેને ધ્વજને સીધો કરવા માટે છોકરીને જણાવ્યુ હતું અને ભારતીય ધ્વજ સાથે જ છોકરી સાથે ફોટો ખેચાવ્યો હતો. આ વિડીયો હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે

 

  • Related Posts