શાહરૂખ ખાન દિલિપકુમારને મળ્યા

સુપર સ્ટાર શાહરૂખ ખાને બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપકુમારના ઘરે દિલિપકુમારની મુલાકાત લીધી હતી. ડિહાઇડ્રેશન અને મૂત્રમાર્ગમાં ચેપ માટે સારવાર આપવામાં આવ્યા બાદ જયારે દિલિપકુમારને ગત ઓગષ્ટ માસમાં હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવ્યા હતાં ત્યારે છેલ્લી વખત શાહરૂખ ખાન સુવિખ્યાત પીઢ અભિનેતા દિલિપકુમારના ઘરે પહોંચ્યા હતાં. દિલિપકુમારના પારિવારિક મિત્ર ફૈસલ ફારકીઍ અભિનતાના આધિકારિક ટિવટર ઍકાઉન્ટનો સહારો લઇ શાહરૂખ અને ૯૫ વર્ષીય દિલિપકુમારની તસવીર મુકી હતી.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts