શમી સામેના ફિક્સીંગના આરોપની તપાસ કરવા સીઓએનો નિર્દેશ

પત્ની સાથેના ડોમેસ્ટિક વાયોલન્સ અને અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધના આરોપને કારણે વિવાદમાં ઘેરાયેલા ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મહંમદ શમીની મુશ્કેલી ઘટવાને બદલે સતત વધતી જઇ રહી છે. બીસીસીઆઇની કમિટી ઓફ ઍડમિનિસ્ટ્રેટર (સીઓઍ)ના ચેરમેન વિનોદ રાયે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઍન્ટી કરપ્શન યૂનિટ (ઍસીયુ)ના વડા નીરજ કુમારને શમી પર લાગેલા મેચ ફિક્સિંગના આરોપની તપાસ કરવા નિર્દેશ કર્યો છે. હસીન જહાંઍ શમી સામે ઍક પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે અને તેના કારણે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને અટકાવી રખાયો છે.
સીઓઍ વિનોદ રાયે ઍક ઇમેલ મોકલીને ઍસીયુ ચીફ નીરજ કુમારને આ સંબંધે ઍક અઠવાડિયામાં રિપોર્ટ આપવા નિર્દેશ કર્યો છે. તેમણે મોકલેલો આ ઇમેલ બોર્ડના સીઇઓ રાહુલ જોહરીને પણ મોકલવામાં આવ્યો છે. વિનોદ રાયે આ ઇમેલમાં લખ્યું છે કે શમીની પત્નીઍ તેના પર જે આરોપ મુક્યા છે. તેનું ઓડિયો રેકોડિઝ્ગ મીડિયામાં ઉપલબ્ધ છે. શમીની પત્નીના જે કોલના રેકોડિઝ્ગની ચર્ચા થઇ રહી છે તેમાં પાકિસ્તાનની ઍક મહિલા અને કોઇ મહંમદ ભાઇના નામ ચાર્ચાયા છે, કે જેણે શમીને પૈસા મોકલવાની વાત કરી છે, આ મુદ્દાની તપાસ થવી જરૂરી છે. વિનનોદ રાયે પણ આ ટેપ સાંભળી છે અને તેઓ આ રેકોડિઝ્ગના ઍ ભાગથી જ િંચતિત છે જેમાં શમી ઍવું કહેતો સંભળાય છે કે કોઇ મહંમદ ભાઇ નામક વ્યક્તિઍ પાકિસ્તાની મહિલા અલ્બિશાને દુબઇમાં તેને પૈસા આપવા મોકલી હતી.

સીઓઍ દ્વારા ઍસીયુ ચીફને ત્રણ મુદ્દે તપાસ કરવા નિર્દેશ
૧ મહંમદ ભાઇ અને અલ્બિશા અંગે માહિતી
૨ શું ખરેખર મહંમદ ભાઇ દ્વારા અલ્બિશાના હાથે શમીને પૈસા મોકલાયા હતા.
૩ જો હાં, તો આ પૈસાનો શમી સાથે શું સંબંધ હતો અને તેને કેમ મોકલવામાં આવ્યા હતા.

  • Related Posts