શમીની પત્ની હસીન જહાંએ મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરી કેમેરો તોડ્યો

ક્રિકેટર મહંમદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ચાલતો ગજગ્રાહ અટકતો નથી ત્યાં શમીની પત્ની હસીન જહાંઍ અહીં મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરીને તેનો કેમેરો તોડી નાખ્યો હતો. શમીના અન્ય યુવતીઓ સાથેના સંબંધોનો આરોપ મુકનારી હસીન સતત મીડિયાકર્મીઓના સવાલોનો સામનો કરી રહી છે. અહીં તેને સવાલો પુછવામાં આવતા તેના કારણે અકળાયેલી હસીને ઍક ચેનલના કેમેરાને નીચે પાડી નાખતા તે તૂટી ગયો હતો.
હસીનના વકીલ ઝાકીરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મીડિયા જબરદસ્તી તેની પાછળ પડ્યું છે. તેણે કહ્યું હતું કે મીડિયાઍ ઍ સમજવું જોઇઍ કે પ્રાઇવેટ સ્પેસ શું છે. અમે અમારા લેવલે બધુ યોગ્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીઍ અને મીડિયા તેને કોઇ જંગની જેમ દર્શાવીને તેનો લાભ ઉઠાવવા માગે છે. તેણે કહ્યું હતું કે સોમવારે પણ મીડિયાઍ અમને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઍ ઉલ્લેખનીય છે કે શમીના પરિવારજનોઍ રવિવારે હસીનના વકીલ સાથે મુલાકાત કરીને કોર્ટ બહાર સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે મુલાકાત થઇ હોવાનું તો સ્વીકાર્યુ હતું પણ શું વાતચીત થઇ તે જાહેર કરવાનું નકાર્યુ હતું.

  • Related Posts