શમીની પત્નીએ માગી સુરક્ષા, સોશિયલ મીડિયા પર ધમકી મળતી હોવાની વાત

મહંમદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હસીને કોલકાતા પોલીસ પાસે પોતાના માટે સુરક્ષાની માગ કરી છે. હસીને કહ્યું છે કે જ્યારથી તે શમી વિરુદ્ઘ બોલી રહી છે ત્યારથી તેને સોશિયલ મીડિયા પર ધમકી મળી રહી છે. તેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પાસે પણ આ મામલે ટેકો માગ્યો છે. તેના વકીલ ઝાકિર હુસેને કહ્યું હતું કે તેને મળતી ધમકીને પગલે તે ઘર બહાર જવામાં અસુરક્ષિત અનુભવે છે. જે ઍકાઉન્ટ પરથી તેને ધમકી મળે છે તે બોગસ પણ હોઇ શકે છે. ઝાકિર હુસેને કહ્યું હતું કે કોલકાતા પોલીસ જે રીતે આ કેસમાં કામ કરી રહી છે તેનાથી હસીન જહાં ખુશ છે.

  • Related Posts