વૈશ્વિક શેરબજારોમાં મંદીમય વાતાવરણ અને પીઍનબી કૌભાંડના પગલે સોના-ચાંદીમાં ઝડપી તેજી

છેલ્લા પંદરેક દિવસમાં સોનાનો ભાવ સતત ઘટતો રહીને ચાલુ સપ્તાહના અંત ભાગમાં ઍકાઍક ફરી ઉંચકાઇ ગયો છે અને અમદાવાદ ખાતે સોનું રૂ. ૩૨૦૦૦ને નજીક પહોંચ્યું છે. સોનાનો ભાવ અમદાવાદ ખાતે રૂ. ૩૧૮૦૦ બોલાઇ ગયો છે. સોનાના ભાવમાં આવેલા ઉછાળા પાછળ હેજફંડોની લેવાલી, ડોલર ઇન્ડેક્ષની નરમાઇ જોવા મળતા અને શેરબજારમાં પડેલા ગાબડાંના પગલે વિદેશમાં ઔંશ દીઠ ભાવ ૧૩૬૫ ડોલરે પહોંચીને ૧૩૫૬ ડોલર આસપાસ બોલાતો હતો.
દેશમાં બજેટ પછી શરૂ થયેલ મંદી હવે આગળ વધી રહેલ છે. પંજાબ નેશનલ બેન્કનું મસમોટું કૌભાંડ બહાર આવતા બેન્ક શેરો તુટયા હતા અને બીજી અનેક કંપનીઓના કૌબાંડ બહાર આવવાની શકયતાઍ શેરબજારમાં વેચવાલીનું દબાણ મોટા પાયે વધી રહેલ છે. બીજી બાજું યુઍસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારવાની શકયતા પણ પ્રબળ બની રહીી છે, તેની પણ આવનારા દિવસોમાં અસર જોવા મળશે. આમ, શેરબજારની મંદીની અસર સોનાના ભાવ ઉપર તેજીથી થઇ રહી છે. આ ટ્રેન્ડ હજુય થોડોક સમય ચાલુ રહે તેવું માનવામાં આવી રહયું છે.
જોકે, સોનાના આંતરિક પરિબળો શોર્ટ ટર્મ ઘટાડો દર્શાવે છે. પરંતુ નવી નવી ઘટનાઓ જેવી કે ક્રુડના સુધરતા ભાવો, વિશ્વના અર્થતંત્રોમા સુધારાના ચિહનો સંકેત આપે છે, જેથી ભવિષ્યમાં સોના-ચાંદીની ઘરવપરાશ અને ઔદ્યોગિક વપરાશ વધવાના સંકેત આપે છે. જે બંને કિંમતી ઘાતુઓના ભાવો વધે તેવા સંકેત આપે છે.
છેલ્લા થોડાક દિવસોમાં સોનાનો ભાવ ડોલરમાં સુધારા અને યુઍસ ટ્રેઝરી યીસ્ન્ડના વધારાના કારણે ઝડપથી તુટીને ૧૩૦૭ ડોલરની સપાટીઍ સ્પર્શી ગયો હતો. યુઍસમાં ૧૦ વર્ષીય ટ્રેઝરી યીલ્ડ ૨.૭ ટકાથી વધીને ૨.૮૫ ટકા અને ૩૦ વર્ષીય ટ્રેઝરી યીલ્ડ ૩ ટકાથી વધીને ૩.૧૫ ટકા થયું હતું. જ્યારે ડોલર ઇન્ડેક્ષ ૮૯થી વધીને ૯૦.૫૭ થઇ ગયો હતો અને ૯૨ થવાની શકયતાઍ તે વખતે જણાતાં સોનામાં દબાણ વધતા સોનાના ભાવો તુટયા હતા. પરંતુ આજ સમયે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં જોરદાર વેચવાલી શરૂ થતાં સોનું ઘટતું અટકીને ફરીને સુધારો બતાવી રહયું છે.
નજીકના ભવિષ્યમાં સોનું ઘટીને ૧૩૦૦ ડોલરની અંદર જાય તો ૧૨૯૦ અને પછી ૧૨૮૫ ડોલર થઇ શકે છે, તે જ રીતે દેશની અંદર સોનાનો ભાવ રૂ. ૩૦૦૦૦ની અંદર જશે તો રૂ. ૨૯૦૦૦ની આસપાસ આવી શકે છે.
ચાંદીનો ભાવ વિશ્વમાં ૧૬.૭૨ ડોલર બોલાય છે. જે નીચામાં ૧૫.૫ ડોલર સુધી થઇ શકે તેવી સંભાવના છે. દેશની અંદર ચાંદીનો ભાવ ઘટીને રૂ. ૩૫૫૦૦ થઇ શકે છે. ચાંદીનો છેલ્લો ભાવ હાલમાં રૂ. ૩૯૫૦૦, અમદાવાદ ખાતે બોલાઇ રહયો છે. વિશ્વમાં ચાંદી૧૭.૮૦ ડોલર છે, પ્લીટનમ ૧૦૦૨.૩૨ ડોલર અને લેલેડીયમ ૧૦૮૯.૫૭ ડોલર બોલાય છે. આમ, આ બંને ધાતુઓના ભાવ ૧૦૦૦ ડોલરની સપાટી કુદાવી દીધી છે.
યુઍસ દ્વારા ક્રુડના ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહયો છે. પરંતુ તાજેતરમાં યુઍસ ક્રુડ ઇન્વેન્ટરી ચાલુ સપ્તાહમાં ઘટી જવા પામી હતી અને તેના પગલે ક્રુડનો ભાવ નીચામાં ૬૧ ડોલર બોલાઇ ગયો હતો, પરંતુ ઇન્વેન્ટરી ઘટી હોવાના અહેવાલ પાછળ ૬ ડોલર બોલાઇ ગયો હતો. ગત શુક્રવારે ક્રુડનો ભાવ ૬૪.૪૨ ડોલર હતો. ડબલ્યુટીઆઇ ૬૦ ડોલર અંદર જઇને ૬૧.૪૮ ડોલર બોલાય છે. કોપરનો ભાવ સુધરીને ૭૧૮૨ ડોલરે પહોંચ્યો છે.
યુઍસમાં ક્રુડનું ઉત્પાદન સતત વધી રહયુ છે, જેના કારણે ભારતમાંથી ગુવારગમની નિકાસ સતત વધી રહી છે. ઍપ્રિલથી ડિસેમ્બર, ૨૦૧૭ દરમ્યાન ગવારગમની નિકાસ ૩૫ ટકા વધીને ૩.૬૪ લાખ ટનની થઇ છે, જે આગલી સાલ આ સમયગાળામાં નિકાસ ૨.૬૯ લાખ ટનની હતી.
સરકારે ખાંડના ભાવો તુટતા અટકે તે માટે શ્રેણીબદ્ઘ પગલાંઓ જેવા કે આયાત જકાત ૪૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરતાં તેમજ ફેબ-માર્ચ મહિના માટે કાવારી મુજબ વેચાણ કવોટા લાગુ કરી દેવાતા ખાંડના ભાવોમાં કડાકો બોલાતો અટી ગયો છે, જે રૂ. ૩૦૦ જેટલા નીચા ભાવથી વધ્યા હતા. તેમાં ઉંચા મથાળેથી નવી માગ અટકતા અને નિકાસના અભાવે ઝડપી તેજી અટકીને વધતા ભાવથી રૂ. ૬૦-૮૦નો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ૧૩ લાખ ટન આસપાસ અને દેશમાં ૨.૭૦ કરોડ ટન થવાનો અંદાજ છે. અમદાવાદમાં ખાંડનો હાજરભાવ કવીન્ટલે રૂ. ૩૪૫૦થી ૩૬૦૦ અને મીલ ડીલીવરીનો ભાવ રૂ. ૩૧૦૦થી ૩૩૦૦ બોલાય છે.
અમદાવદા ખાતે સીંગતેલનો જુનો ડબ્બો (૧૫ કિલો) રૂ. ૧૪૮૦ અને નવો ડબ્બો રૂ. ૧૫૫૦, કપાસીયા તેલ જુનો ડબ્બો રૂ. ૧૧૬૦ અને નવો ડબ્બો રૂ. ૧૨૬૦, પામોલીન જુનો ડબ્બો રૂ. ૧૧૦૦, નવો ડબ્બો રૂ. ૧૧૯૦, દિવેલમાં રૂ. ૧૪૦૦, કોપરેલ રૂ. ૩૩૮૦, સરસીયું રૂ. ૧૩૫૦, અને તીખુ સરસીયું રૂ. ૧૪૩૦, સનફલાવર તેલ રૂ. ૧૨૪૦ અને મકાઇ તેલ રૂ. ૧૨૦૦થી ૧૩૦૦ બોલાય છે. રાજકોટ ખાતે સીંગતેલ લુઝ રૂ. ૮૨૫ અને મગફળી રૂ. ૭૬૦થી ૮૨૦ બોલાય છે.
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં ઝડપી મજબૂતાઇ જોવા મળી હતી, પરંતુ સપ્તાહના અંતિમ દિવસે ફરી ઍકવાર ડોલર મજબૂત થઇ ગયો હતો અને ડોલર સામે રૂપિયો ૬૩.૯૧ સુધી ઘટી ગયા બાદ ફરીથી ૬૪ની સપાટી કુદાવીને ૬૪.૨૦નો ભાવ બોલાયો હતો.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts