વૈશ્વિક બજારો નેગેટીવ રહેતા ઍક જ સપ્તાહમાં વિશ્વના ધનવાનોના ૧૨૮ અબજ ડોલર ધોવાઇ ગયા

 

અમેરિકાના ફ્ેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના સંકેતના પગલે વૈશ્વિક બજારો નેગટીવ રહેતાં વિશ્વના ૫૦૦ ધનવાનોઍ ઍક જ સપ્તાહમાં ૧૨૮ અરબ ડોલર ઍટલે કે ૮૩.૪૫ ખરબ રૂપિયા ડુબી જવા પામ્યા છે.જે નેટફ્લીક્સ કે મેકડોનાલ્ડ કોર્પના કુલ માર્કેટ કેપીટલાઇઝેશન જેટલું થાય છે.
દુનિયાભરના બજારોમાં આવેલા ઘટાડાના પગલે વૈશ્વિક રોકાણકારોનેમોટો ફ્ટકો પડયો છે, જેમાં સૌપ્રથમ નામ બર્કશિયર હેથવેના ચેરમેન વોરેન બફ્ેટને પડયો છે, વોરેન બફ્ેટને ૨૪૩ ખરબ રૂપિયા ઍટલે કે ૩.૭૪ અરબ ડોલરનો ધબ્બો લાગ્યો છે. ત્યારબાદ, સંપત્ત્િ।નું નુકશાન કરવામાં ફ્ેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગનો સમાવેશ થાય છે. જેઓના ગત સોમવારથી શુક્રવાર સુધીમાં ૨૪૧ અરબ રૂપિયા ઍટલે કે ૩.૭૧ અરબ ડોલરનું નુકશાન થયું છે. ત્યારબાદ ગુગલની પેરન્ટ કંપની આલ્ફબેટ ઇન્કના લેરી પેજ અને સંગાઇ બિનનું નામ આવે છે, તેઓઍ અનુક્રમે ૨૦૨ અરબ રૂપિયા ઍટલે કે ૩.૧ અરબ ડોલર અને ૧૯૫ અરબ રૂપિયા ઍટલે કે ૩ અરબ ડોલરનું નુકશાન થયું છે.
ત્યારબાદ, સ્પેનના અમાસિંયો ઓટીગાઍ ૧૬૨ અરબ રૂપિયા ઍટલે કે ૨.૫ અરબ ડોલરની સંપત્ત્િ। ઘટી ગઇ છે. જયારે મેકસીકોના કાર્લોસ સ્લીમની પણ આટલી જ રકમનો ચુનો વાગ્યો છે. ચીનની દિગ્ગજ હસ્તીઓના પણ લગભગ ૯૧૨ અરબ રૂપિયા ઍટલે કે ૧૪ અરબ ડોલરનો ઝટકો વાગ્યો છે.
ગત સાપ્તહમાં ગુરૂવારના રોજ ઍસ ઍન્ડ પી ૫૦૦ ઇન્ડેક્ષ ૧.૩ ટકા તુટયો હતો, જે લગાતાર ત્રણ દિવસોથી તુટતો હતો, અને તે કુલ ૩.૭ ટકા તુટયો હતો. જયાં અમેરીકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોરની ધમકી આપી હતી, તેના બીજા જ દિવસે ડાઉ જોન્સ પર ઇન્ડસ્ટ્રીયલ ઍવરેજમાં ૪૨૦પોઇન્ટનો કડાકો બાલાયો હતો, જેનું નુકશાન દુનિયાભરના દિગ્ગજ ઉદ્યોગપતિઓને ભોગવવું પડયું હતું.

  • Related Posts