વેકેશનમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા સુરત રેલવે સ્ટેશને ૧૨૫ જવાનો મુકાશે

 

સુરત : સુરત રેલવે સ્ટેશના પર આગામી વેકેશનમાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે આરપીઍફ દ્વારા આગામી તા. ૧૫મી ઍપ્રિલથી ક્રાઇમ પ્રિવેન્શન ઍન્ડ ડિટેન્શનની ૧૨૫ જવાનોની ટીમ તૈનાત કરાશે. આ ટીમના જવાનો રેલવે સ્ટેશન પર પડ્યાપાથર્યા રહેતા દલાલો અને કુલીઓને પણ સંકજામાં લેવાશે.

સુરત રેલવે સ્ટેશન પર દરરોજ ૬૦થી ૭૦ હજાર લોકોની અવરજવર જોવા મળી છે. પરંતુ આગામી તા. ૧૦મી ઍપ્રિલથી શાળાઓમાં પડતા વેકેશનના કારણે સુરત રેલવે સ્ટેશને મુસાફરોને ધસારો વધી જતો હોય છે. જેથી આરપીઍફ દ્વારા અગાઉના અનુભવને ધ્યાનમાં રાખી આગામી તા. ૧૫મી ઍપ્રિલથી સુરત રેલવે સ્ટેશન પર ક્રાઇમ પ્રિવેન્શન ઍન્ડ ડિટેન્શનની ૧૨૫ જવાનોની ટીમ તૈનાત કરવાનો નિર્ણય કરાયો છે.

આ ટીમ રેલવે સ્ટેશનના ચારેય પ્લેટફોર્મ, મુસાફરખાનું અને રેલવે ટ્રેકનું ઇન્સ્પેકશન હાથ ધરશે. આ ઉપરાંત આ ટીમ સુરત-ઉધના રેલવે સ્ટેશનો પર પડી રહેતા દલાલો અને કુલીઓને સંકજામાં લેવાશે.

આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનથી ઉપડતી ઉધના-દાનાપુર, કાનપુર, અંત્યોદય અને હમસફર ટ્રેનના ઉપડવાના સમયે પણ આરપીઍફના આ જવાનો સખત પેટ્રોલીંગ કરી સીટ કોર્નરિંગ કરી રહેલા કુલીઓ અને દલાલો પર નજર રાખી તેઓના વિરુદ્ઘ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

  • Related Posts