વિશ્વમાં સૌથી વધુ ચાહક વર્ગ ધરાવતી મહિલાઓમાં ઐશ્વર્યા, પ્રિયંકા અને દીપિકા સામેલ

વિશ્વમાં સૌથી વધુ ચાહક વર્ગ ધરાવતી મોસ્ટ ઍડમાયર્ડ મહિલાઓમાં ૩ ભારતીય અભિનેત્રીઓ પ્રિયંકા ચોપડા, ઐશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણને સામેલ કરાઈ છે, યુ-ગવ દ્વારા કરાયેલા વાર્ષિક સર્વે બાદ તૈયાર કરાયેલી મોસ્ટ ઍડમાયર્ડ વુમેન ઈન ધ વર્લ્ડ યાદીમાં ટોચના સ્થાને હોલિવુડ અભિનેત્રી ઍન્જેલીના જોલી સતત બીજા વર્ષે આવી છે. ૩૫ દેશોના ૩૭,૦૦૦ લોકોઍ આ સર્વેમાં ભાગ લીધો હતો.

ભારતીય અભિનેત્રીઓમાં ટોચના સ્થાને ઐશ્વર્યા રાય બચ્ચન છે જેનો ક્રમ ૧૧મો છે.

૧૨મા ક્રમ પર પ્રિયંકા ચોપડા

૧૩મા ક્રમ પર દીપિકા પાદુકોણ.

જો માત્ર ભારતીય મત ગણવામાં આવે તો ટોચની ૩ મહિલાઓમાં પૂર્વ આઈપીઍસ અધિકારી અને રાજકારણી કિરણ બેદી, ગાયિકા લતા મંગેશ્કર અને બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુ આવે છે.

૨૦૧૮ના સૌથી વધુ ચાહક વર્ગ ધરાવતાં પુરુષોની યાદીમાં મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ ૯મા ક્રમ પર છે, તેના પર અમિતાભે આશ્ચર્ય વ્યક્ત કરતાં ટ્વીટ કર્યુ હતું રીયલી! આ યાદીમાં ૮મા ક્રમ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ છે.

બચ્ચન પરિવાર માટે આ સમાચાર ખાસ છે કારણ કે અમિતાભ અને ઐશ્વર્યા બંનેના નામ આ યાદીમાં સામેલ છે.

  • Related Posts