વિશ્વના સૌથી ધનવાન શહેરોની યાદીમાં મુંબઇ બારમા ક્રમે

નવી દિલ્હી : ભારતની આર્થિક રાજધાની મુંબઇ વિશ્વના ૧૫ સૌથી અમીર શહેરોમાંનુ ઍક શહેર છે. મુંબઇની કુલ સંપત્તિ ૯૫૦ બિલિયન ડૉલર (લગભગ ૬૧ લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે અને મુંબઇ આ સૂચિમાં ૧૨માં ક્રમે છે. વિશ્વના સૌથી અમીર શહેરોની આ યાદીમાં ત્રણ ટ્રિલિયન ડૉલર (લગભગ ૧૯૩ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ન્યૂયોર્ક પહેલાં ક્રમે છે. આ જાણકારી ન્યૂ વર્લ્ડ વેલ્થના હાલમાં જ જારી કરવામાં આવેલ અહેવાલમાં આપવામાં આવી છે.

ન્યૂ વર્લ્ડ વેલ્થના અહેવાલમાં જણાવ્યા મુજબ કોઇ શહેરની કુલ સંપત્તિ ત્યાં રહેનાર લોકોની અંગત રીતે ઍકઠી કરવામાં આવેલી કમાણી સામેલ કરવામાં આવી છે. તેમાં સરકારના ફંડ સામેલ કરવામાં આવ્યા નથી. અબજપતિઓના મામલે પણ મુંબઇ દુનિયાના ૧૦ શહેરોમાંનું ઍક છે. મુંબઇમાં કુલ ૨૮ અબજપતિઓ રહે છે.

આ યાદીમાં ન્યૂયોર્ક બાદ બીજું સ્થાન લંડનનું છે. અને તે પછી જાપાનની રાજધાની ટોકિયો છે. ચોથા સ્થાને અમેરિકાનું સાન ફ્રાંસિસ્કો છે. તે ઉપરાંત યાદીમાં ચીનની રાજધાની બીજિંગ, શાંધાઇ, લોસ ઍન્જલસ, હોંગકોંગ, સિડની, સિંગાપોર અને શિકાગો પણ સ્થાન મેળવવામાં સફળ થયા છે.

ટોચના ૧૫ શહેરોમાં સંપત્તિના મામલે છેલ્લા ૧૦ વર્ષોમાં સૌથી તેજીથી આગળ વધનાર શહેરોમાં સાન ફ્રાંસિસ્કો, બીજિંગ, શાંધાઇ, મુંબઇ અને સિડની છે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts