વિશ્વનાં ટોપ-૩ ધનવાનોમાં ૫હેલી વખત આઇટી કં૫નીઓના માલિકોનો સમાવેશ

  • 17
    Shares

બ્લૂમબર્ગ બિલિયોનર ‘ઇંડેક્સ’નાં ટોપ-૩માં પહેલી વખત ઍવા ત્રણ અમીરોઍ સ્થાન મેળવ્યું છે જેઓ ટેકનોલોજિકલ કંપનીઓના માલિક છે. શનિવારના રેકિંગમાં અમેઝનનાં સંસ્થાપક જેફ બેજોસ ૧૪૨ અબજ ડોલર (૭.૭૬ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિની સાથે પહેલા સ્થાને છે. માઇક્રોસોફટના બિલગેટ્સ ૯૪.૨ અબજ ડોલર (૬.૪૭ લાખ કરોડ રૂપિયા)ની સાથે બીજાં અને ફેસબુકનાં સંસ્થાપક સી.ઇ.ઓ. માર્ક ઝુકરબર્ગ ૮૧.૬ અબજ ડોલર (૫.૬૧ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. ઝુકરબર્ગે બર્કશાયર હેથવેના વોરેન બફેટને પાછળ છોડી દીધાં છે. બફેટ ૮૧.૨ અબજ ડોલર (૫.૫૮ લાખ કરોડ રૂપિયા)ની સાથે ચોથાક્રમે છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકઆંક વિશ્વનાં ૫૦૦ અમીરોનું રેિંકગ જણાવે છે. રોજેરોજ ન્યૂયોર્કનું શેરબજાર બંધ થયાં બાદ સંપત્તિનાં આધાર પર અપડેટ કરવામાં આવે છે.


શુક્રવારે ફેસબુકનાં શેરનો ભાવ ૨.૪ ટકા તેજીની સાથે ૨૦૩.૨૩ ડોલર (૧૩,૯૭૫ રૂપિયા)ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. ફેસબુકનાં સૌથી મોટા શેરધારક હોવાના નાતે ઝુકરબર્ગને આ તેજીનો ફાયદો મળ્યો. તેમની સંપત્તિ વધવાથી અબજપતિ સૂચકાંકમાં તેઓ ત્રીજાક્રમે પહોંચી ગયાં હતાં. ડેટી લાક વિવાદના કારણે ૨૭મી માર્ચના રોજ ફેસબુકના શેરનો ભાવ ૧૫૨.૨૨ ડોલર (૧૦,૪૬૭ રૂપિયા) સુધી ગગડી ગયો હતો. જે તે સમયે ૮ મહિનાના સૌથી નીચલા સ્તરે હતો. અબજોપતિ સૂચકાંકના જણાવ્યા મુજબ ૩૪ વર્ષીય ઝુકરબર્ગની હાલની સંપત્તિ (૫.૬૧ લાખ કરોડ રૂપિયા) ૮૭ વર્ષીય વોરન બફેટથી ૩૦૦૦ કરોડ રૂપિયા વધુ છે. કોઇક સમયે બફેટ વિશ્વનાં સૌથી વધુ અમીર વ્યકિત હતાં. પોતાની સંપત્તિનો હિસ્સો દાનમાં આપવાના કારણે તેમનું રેકિંગ નીચે જઇ રહયું છે. ૨૦૦૬થી અત્યાર સુધીમાં તેઓ બર્કશાયર હેથવેના ૨૯ કરોડ શેરો દાન કરી ચૂકયા છે. તેની હાલની કિંમત ૫૦ અબજ ડોલર (૩.૪૪ લાખ કરોડ રૂપિયા) છે. આ દાનનો સૌથી વધુ હિસ્સો ગેટસ ફાઉન્ડેશનને અપાયો છે.

  • Related Posts