વિમ્બલ્ડનમાં ભ્રષ્ટાચાર માટે ચીનની પેંગ શૂઆઇ પર છ મહિનાનો પ્રતિબંધ

  • 8
    Shares

ટેનિસ ઇન્ટીગ્રીટી યૂનિટ (ટીઆઇયૂ)ઍ જાહેરાત કરી છે કે માજી નંબર વન ડબલ્સ સ્ટાર પેન્ગ શૂઆઇ પર પોતાની ડબલ્સ પાર્ટનરને વિમ્બલ્ડન ૨૦૧૭માંથી હટવાનું દબાણ કરવાના પ્રયાસ માટે છ મહિના માટે પ્રતિબંધ મુકયો છે, સાથે જ તેને ૧૦,૦૦૦ ડોલરનો દંડ પણ ફટકારાયો છે. ટીઆઇયૂઍ ઍક નિવેદનમાં કહયું હતું કે ઍવું જણાયું છે કે પેન્ગ શૂઆઇઍ પોતાના મુખ્ય ડ્રોની પાર્ટનરને વિમ્બલ્ડન ૨૦૧૭ની મહિલા ડબલ્સ સ્પર્ધામાંથી ખસવા સંમત કરવા માટે નાણા આપવાની દરખાસ્ત કરવાનો પ્રયાસ કરીને તેના પર દબાણ કર્યુ હતું. તેમના જણાવ્યા અનુસાર જો કે તેની આ દરખાસ્તને ફગાવી દેવાઇ હતી અને પેન્ગ શુઆઇઍ તે પછી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો નહોતો. જા કે તે ભ્રષ્ટાચાર અટકાયતી કાર્યક્રમ (ટીઍસીપી)નું ઉલ્લંઘન હતું, ૩૨ વર્ષિય પેન્ગ પર છ મહિનાનો પ્રતિબંઘ અને ૧૦,૦૦૦ ડોલરનો દંડ લાગુ કરાયો છે, આ સમયગાળા દરમિયાન તે ભ્રષ્ટાચાર અટકાયતી નિયમોનું કોઇ ઉલ્લંઘન નહીં કરે તો તેના પર ત્રણ મહિનાનો પ્રતિબંધ અને ૫,૦૦૦ ડોલરનો દંડ સસપેન્ડ કરાશે અને તે આ વર્ષે ફરી ૮ નવેમ્બરથી રમી શકશે.

  • Related Posts