વિમ્બલ્ડનમાં દર્શકોના ખરાબ વ્યવહારથી જોકોવિચ ગુસ્સે ભરાયો

  • 10
    Shares

વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડી કાઇલ ઍડમંડને હરાવીને નોવાક જોકોવિચે આગલા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. જાકે આ મેચમાં માજી વર્લ્ડ નંબર વન જોકોવિચે માત્ર હરીફ ખેલાડી જ નહીં પણ સ્થાનિક દર્શકોના પડકારનો પણ સામનો કરવો પડ્યો હતો. જાકે બંને સામે તેણ્ની આક્રમકતા જાવા મળી હતી. ઍડમંડ સામે પ્રથમ સેટ ગુમાવ્યા પછી જોકોવિચે આક્રમકતા અપનાવીને તે પછી સળંગ ત્રણ સેટ જીતીને મેચ પોતાના નામે કરી હતી. જાકે આ દરમિયના તે દર્શકોના ઍક જૂથ દ્વારા સતત ખાંસી ખાવા અને સીટીઅો વગાડવાના કારણે રોષે ભરાયો હતો. તેણે આ મામલે ગુસ્સે થઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

જોકોવિચનું કહેવું હતું કે તે જ્યારે સર્વ કરતો હતો ત્યારે દર્શકોનું ઍક જૂથ સીટીઅો વગાડીને ખાંસી ખાઇ રહ્યાં હતું. તે આ દર્શકોના વર્તનથી ઘણો નારાજ થયો હતો. જોકોવિચને જ્યારે સર્વ કરવા માટે બોલ ઉછાળવા માટે સમયના ઉલ્લંઘન આપવામાં આવ્યું તો દર્શકોના આ જૂથે તેના પર પ્રતિક્રિયા વ્યક્ત કહી હતી.

  • Related Posts