વિપક્ષી નેતાઓ સાથે સોનિયાની ડિનર ડિપ્લોમ્સી

નવી દિલ્હી : સંયુકત પ્રગતિશીલ ગઠબંધન (યુપીઍ)માં અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા યોજવામાં આવેલ રાત્રઈ ભોજન સમારોહમાં ૨૦ અવરોધ પક્ષોના નેતાઓ મંગળવારે રાત્રે ભેગા મળ્યાં હતાં. આ રાત્રી ભોજન સમારોહમાં આગામી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને પરાજય આપવાં સંયુકત મોરચો ઊભો કરવાની શકયતા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સોનિયા ગાંધીના આ પગલાંને ભાજપના નેતૃત્વના ઍનડીઍને પરાજીત કરવા વિપક્ષની ઍકજૂતના ઘડવાના ઍક પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

સૂત્રોઍ જણાવ્યા મુજબ ઍનસીપી, રાજદ, સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ, ડીઍમકે અને ડાબેરી પક્ષોનાં નેતાઓ સહિત અન્યો રાત્રીભોજન સમારોહમાં હાજર રહ્યાં હતાં.

હાજર રહેનાર અગ્રણી નેતાઓમાં ઍનસીપીના શરદ પવાર,સપાના રામ ગોપાલ યાદવ, બસપાના સતીશચંદ્ર મિશ્રા અને પૂવ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લાહ, બાબુલાલ પાસેડી, હેમંત સોરેન અને જીતન રામ મોઝી ઉપરાંત જેડીયૂ ના શરદ યાદવ અને રાજદના અભૂતસિંહનો સમાવેશ થતો હતો.

  • Related Posts