વિદેશમાં આ ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો વનડે સિરીઝ વિજય : રોહિત શર્મા

ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને લાગે છે કે ટીમે હાલની સિરીઝમાં દક્ષિણ આફ્રિકા સામે વિદેશમાં સૌથી મોેટો વનડે સિરીઝી વિજય મેળવ્યો છે. તેણે કહ્યું હતું કે નિશ્ચિતપણે મને લાગે છે કે આ વિદેશમાં વનડે સિરીઝમાં અમારો સૌથી મોટો વિજય છે. આ પહેલા અમે ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૭-૦૮માં સીબી ત્રિકોણીય સિરીઝમાં વિજેતા બન્યા હતા. જો કે તે સિરીઝ ઘણી આકરી રહી હતી. તેણે ઍવું પણ કહ્યું હતું કે જો કે મારા માટે બંનેની તુલના કરવી મુશ્કેલ છે. મને લાગે છે કે આ સિરીઝ અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે. મુશ્કેલ પરિસ્થિતિ છતાં ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો, જેનાથી આ વિજય ખાસ બની ગયો.
રોહિતે ઍવું કહ્યું હતું કે આ વિજય સૌથી ઉપર રહેશે. ૨૫ વર્ષો પછી અમે દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ જીતી છે. ક્રિકેટ રમવા માટે આ જરાપણ સરળ જગ્યા નથી. વધુમાં કહું તો સિરીઝ જીતવા માટે આ સ્હેજ પણ સરળ સ્થાન નથી. તેણે કહ્યું હતું કે જે ખેલાડીને તક મળી તેણે હાથ ઉપર ઉઠાવીને ઍ પડકાર પોતના શિરે લઇ લીધો. તેણે કહ્યું હતું કે આ વિજયથી ઍક ટીમ તરીકે વિદેશમાં જવા અને ત્યાં સિરીઝ જીતવા અંગે અમારો આત્મવિશ્વાસ વધશે જ.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts