વારાણસીમાં મોટી દુર્ઘટના, 50 થી વધુ લોકો દબાયા

  • 21
    Shares

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક નિર્માણ થઇ રહેલા ઓવરબ્રિજ નો એક હિસ્સો નીચે પડતા કમસે કમ 50 લોકો દબાયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ પડેલા હિસ્સાના નીચે એક સિટિબસ સહિત ચારથી પાંચ વાહનો દબાયા છે તેથી મૃત્યુઆંક વધવાની પણ સંભાવના છે. NDRF ની ટીમ રાહત કામ માં લાગી ગઈ છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે સાથે જ બે મંત્રીઓને તુરંત દુર્ઘટના સ્થળ પર પહોંચવા આદેશ આપ્યો છે

 

ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં નિર્માણાધીન ફલાઇïઓવર બ્રિજનો ઍક હિસ્સો તૂટી પડયા બાદ ઓછામાં ઓછા ૧૬ જણા માર્યા ગયાં છે અને ઘણાં બધાં કાટમાળ હેઠળ ફસાઇ ગયાં હોવાની આશંકા છે. ઍમ સમાચાર સંસ્થા ઍ.ઍન.આઇ.ઍ અહેવાલમાં જણાવ્યું છે. વારાણસીના કેન્ટ વિસ્તારમાં નિર્માણાધીન ફલાઇઓવર બ્રિજના બે થાંભલાઓ તૂટી પડતા સિમેન્ટનો મોટો સ્લેબ નીચે પડતાં સ્લેબની નીચે કારો, ઍક સ્થાનિક બસ કચડાઇ ગઇ હતી.

સ્લેબની નીચે ફસાઇ ગયેલા લોકોમાંના ઘણાં શ્રમિકો હોવાનું કહેવાય છે. જે શ્રમિકો ફલાઇઓવર પર કામ કરતાં હતાં.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કે ઍનડીઆરઍફની પાંચ ટુકડીઓને બચાવ કામગીરીનું નેતૃત્વ કરવાં તૈનાત કરવામાં આવી છે. દુર્ઘટના સ્થળે ડઝનેક પોલીસ કર્મચારીઓ પણ હાજર છે.

કાટમાળ ઉપાડવાનો પ્રયાસ કરવાં આઠ ક્રેઇનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ૨૦૦ ટન વજન ઉપાડવાની ક્ષમતા ધરાવતી ઍક ક્રેઇનને પણ બોલાવવામાં આવી રહી છે.

અધિકારીઓ જણાવે છે કે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સૌ પ્રથમ પ્રાથમિક ફસાઇ ગયેલા લોકોને બહાર ખેંચી કાઢવાને આપવામાં આવી રહી છે.

સ્લેબ તૂટી પડવાના સ્થળથી ૫૦ મીટર દૂરથી નિહાળનાર ઍક પ્રત્યક્ષદર્શીઍ જણાવ્યું હતું કે ઍક કલાક બાદ મદદ આવી પહોંચી હતી. સ્લેબ નીચે ચાર મોટરકારો ઍક ઓટો રિક્ષા અને ઍક મિનિ બસ કચડાઇ ગઇ હતી.

ઉત્તર પ્રદેશ સ્ટેટ બ્રિજ કોર્પોરેશન દ્વારા ફલાઇઓવર બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૪૮ કલાકમાં તપાસ અહેવાલ સોંપવા આદેશ આપ્યો છે. તેમણે તેમનાં નાયબ કેશવ પ્રસાદ મૌર્ય અને મંત્રી નીલકંઠ તિવારીને દુર્ઘટના સ્થળની મુલાકાત લેવા પણ નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘેરોશોક વ્યકત કર્યો છે અને વહીવટીતંત્રને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે ઍમ ઉ.પ્ર.નાં મંત્રી સિધ્ધાર્થનાથસિંહે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ ટિવટર પર સંદેશમાં જણાવ્યું હતું કે મેં અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને અસરગ્રસ્ત લોકોને શકય તમામ ટેકો સુનિશ્ચિત કરવાં તેઓને જણાવ્યું હતું.

  • Related Posts