વાજપેયીની તબિયતને લઈને એમ્સએ આપ્યા રાહતના સમાચાર

  • 46
    Shares

 

 

એમ્સમાં દાખલ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયતમાં છેલ્લા ૪૮ કલાકમાં સુધારો દેખાઈ રહ્યો છે અને ડોક્ટરોને આશા છે કે આવનારા થોડાં દિવસોમાં તે પૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે, એમ સંસ્થાનના ડિરેક્ટર રણદીપ ગુલેરીયાએ આજે કહ્યુ હતું.

૯૩ વર્ષના પીઢ નેતાએ ૧૧ જૂનના રોજ ટોચના હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તેમને કિડનીમાં ઈન્ફેક્શન અને છાતીમાં અવરોધ અને પેશાબમાં તકલીફની ફરીયાદ હતી.

દાખલ કરાયા તે દિવસે તેમના પર સ્લો ડાયલેસિસ કરાયું હતું. ૪૮ કલાકમાં તેમનામાં ખાસો સુધારો આવ્યો છે તેમની કિડની સામાન્ય રીતે કામ કરતી થઈ છે અને પેશાબની સમસ્યામાં પણ સુધારો આવ્યો છે અને ઈન્ફેક્શન પણ નિયંત્રણમાં છે. તેમનું બ્લડ પ્રેશર, શ્વાસ પ્રક્રિયા અને ‹દયની ગતિ સામાન્ય થઈ છે. અમને આશા છે કે થોડાં દિવસોમાં તે પૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે, એમ ગુલેરિયાએ કહ્યુ હતું.

પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ ગંગારામ અહીર સહીત અન્ય કેટલાંક નેતાઓએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વાજપેયીને મધુપ્રમેહ છે અને તેમની એક કિડની જ કામ કરે છે. વર્ષ ૨૦૦૯માં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને ચિત્તભ્રમની સમસ્યા થઈ હતી.

છેલ્લાં બે દિવસોમાં પ્રમુખ રાજકીય નેતાઓએ વાજપેયીની મુલાકાત લીધી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ છે.

 

  • Related Posts