વાઈબ્રેંટ ગુજરાત : ગુજરાત મોડેલની હવા વચ્ચે આંધ્રપ્રદેશ ધંધા માટે બેસ્ટ સ્ટેટ

  • 20
    Shares

વર્લ્ડ બેન્ક અને ઓદ્યોગિક નિતી અને પ્રસાર વિભાગ દ્વારા ભારતના રાજ્યોને વેપાર કરવાં માટેની સરળતા અંગેની વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં આંધ્રપ્રદેશે ૯૮.૪૨ ટકા ગુણ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.  ગત વર્ષે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરખા ગુણ સાથે સંયુક્તપણે પ્રથમ ક્રમ મેળવ્યો હતો પરંતુ આ વર્ષે ૯૮.૩૩ ટકા સાથે તેલંગાણા બીજા ક્રમાંકે ખસેડાયું છે. આ યાદીમાં ત્રીજા ક્રમાંકે હરિયાણા અને ચોથાં ક્રમાંકે ઝારખંડે બાજી મારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય ગુજરાતે  આ યાદીમાં પાંચમો ક્રમ મેળવ્યો હતો. ગુજરાતને ૯૭.૯૬ ટકા પ્રાપ્ત થયાં હતા. આ અંગેનું મુલ્યાંકન બિઝનેસ રિફોર્મ ઍક્શન પ્લાન ૨૦૧૭ હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં રિફોર્મ ઍવીડન્સ સ્કોર અને ફિડબેક સ્કોરના કુલ સ્કોરને ધ્યાનમાં રાખીને મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ ભારતના ૧૭ રાજ્યોઍ ૯૦ ટકાથી વધુ રિફોર્મ ઍવીડન્સ સ્કોર નોંધાવ્યો હતો. અને ૧૫ રાજ્યોનો કુલ સ્કોર ૯૦ ટકાથી વધુ થયો હતો. ૨૦૧૬ ગુજરાતે ૯૮.૨૧ પોઇન્ટ મેળવીને વેપાર કરવામાં સરળતાં ધરાવતાં રાજ્યોમાં ત્રીજા ક્રમ મેળવ્યો હતો પરંતુ આ વર્ષે ગુજરાતી વેપારીઓમાં જીઍસટીના કારણે અસંતોષ વધતાં ફિડબેક સ્કોરમાં ગુજરાતે પછડાટ ખાધી હતી જેથી ગુજરાત પાંચમાં ક્રમે ધકેલાયું છે. આ અહેવાલમાં સૌથી મોટા ચોંકાવનારું પરિવર્તન ઝારખંડે કર્યુ હતું. ૨૦૧૬ માં સાતમાં ક્રમે રહેલા ઝારખંડે ગુજરાત જેવા રાજ્યને પાછળ રાખીને ચોથો ક્રમ મેળવ્યો હતો.

  • Related Posts