વર્ષમાં બે વખત લેવાનાર ‘નીટ’ અને ‘જેઈઈ’ની પરીક્ષાની તારીખો જાહેર

  • 20
    Shares

 

દેશભરની મેડિકલ કોલેજ અન ટોચની એ ન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ તેમજ જેઇઇ મેઇનની પરીક્ષા એ ક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાતના ગણતરીના દિવસોમાં જ એ નટીએ  (નેશનલ ટેસ્ટિંગ એ જન્સી) દ્વારા ‘નીટ’ અને ‘જેઇઇ’ની પરીક્ષાનું સમય પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે.

મેડિકલ કોલેજો અને આઇઆઇટી, એ નઆઇટી સહિતની ટોચની એ ન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી અનુક્રમે ‘નીટ’ અને ‘જેઇઇ મેઇન’ ની પરીક્ષામાં દેશના માનવ સંશાધન મંત્રાલયે ધરમૂળમાંથી ફેરફાર કરવામાં આવ્યા છે.

મંત્રાલયે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ‘નીટ’ ફેબ્રુઆરી અને મે મહિનામાં અને એ ન્જીનીયરીંગમાં પ્રવેશ માટે લેવાતી ‘જેઇઇ’ જાન્યુઆરી અને એ પ્રિલ મહિનામાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ નટીએ  દ્વારા આ બંને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

‘નીટ’ અને ‘જેઇઇ’ની પરીક્ષાનું સમય પત્રક જાહેર કરવામાં આવતા ધોરણ ૧૨ સાયન્સના ‘એ ’ અને ‘બી’ ગૃપના વિદ્યાર્થીઓએ  અત્યારથી જ તૈયારીમાં લાગી જવું પડશે. આ તમામમાં હવે ગુજરાત માધ્યમિક બોર્ડે તેનો એ કઝામનુ ટાઇમ ટેબલ પૂર્વ આયોજિત ઢબે ગોઠવવાનુ રહેશે.

નીટની પરીક્ષાનો કાર્યક્રમ

ફેબ્રુઆરી                                                                                                         મે

– તા. ૧ થી ૩૧ ઓકટોબર ૨૦૧૮ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન          માર્ચ ૨૦૧૯ ના બીજા અઠવાડિયાથી એ પ્રિલના બીજા અઠવાડિયા વચ્ચે

– નવેમ્બર ૨૦૧૮ ના પ્રથમ અઠવાડિયે કરેકશન કરાવી શકાશે          એ પ્રિલના ત્રીજા અઠવાડિયામાં કરેકશન કરાવી શકાશે

– તા. ૩ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી દરમ્યાન                                     તા. ૧૨ મે થી ૨૫ મે ૨૦૧૯ દરમ્યાન

– આન્સર કી પરીક્ષા બાદના પ્રથમ અઠવાડિયામાં                               આન્સર કી પરીક્ષા બાદના પ્રથમ અઠવાડિયામાં

– પરિણામ માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં                         પરિણામ જુન મહિનાના બીજા અઠવાડિયામાં

જેઇઇ પરીક્ષાનો કાર્યક્રમ

– તા. ૧ સપ્ટેમ્બરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન                                     ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી ઓનલાઇન રજીસ્ટ્રેશન

– તા. ૬ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન                                            તા. ૭ થી ૨૧ એ પ્રિલ દરમ્યાન

– પરિણામ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં                                     પરિણામ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં

 

 

  • Related Posts