વધઘટ વચ્ચે સેન્સેક્ષ-નિફટી નજીવા સુધારા સાથે સપાટ બંધ રહયા

ભારતીય શેરબજારમાં આજે દિવસ દરમ્યાન બેઉતરફી વધઘટ જોવા મળી હતી અને સાંકડી વધઘટ બાદ નજીવા સુધારા કે સપાટ બંધ રહયા હતા. છેલ્લા બે દિવસથી શેરબજારમાં જોવા મળેલી બેઉતરફી તોફાની વધઘટ બાદ આજે શાંત રહયું હતું. જેમાં ખાસ કરીને બેન્ક તથા મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે જોઇઍ તો અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરમાં ગઇકાલે રાહતના સમાચાર આવ્યા હતા, પરંતુ ફરીથી આ બંને વચ્ચે ટ્રેડ વોર આક્રમક બને તેવા ઍંધાણના પગલે ફરીથી વૈશ્વિક બજારોમાં નરમાઇ જોવા મળી હતી. આ ઉપરાંત, અમેરિકન બજારના ડાઉ જોન્સ ફયુચર ૨૦૦ પોઇન્ટ થી વધુનો કડાકો જોવા મળ્યો હતો. જોકે, ભારતીય શેરબજારમાં આગામી સપ્તાહથી કંપનીઓના પરિણામો જાહેર થનારા છે અને સારા પરિણામોના આશાવાદ પાછળ બજારમાં ખરીદી ચાલુ જોવા મળી હતી.

સેન્સેક્ષ ૩૦ પોઇન્ટ અને નિફટી ૬ પોઇન્ટના સુધારા સાથે સપાટ બંધ

બીઍસઇ ખાતે સેન્સેક્ષ ૩૦.૧૭ પોઇન્ટ ઍટલે કે ૦.૦૯ ટકાના સામાન્ય સુધારા સાથે ૩૩૬૨૬.૯૭ પોઇન્ટનો બંધ રહયો હતો. આજે સેન્સેક્ષે ૩૩૬૦૦ પોઇન્ટની સપાટી કુદાવી દીધી હતી. આજે ઇન્ટ્રાડે સેન્સેક્ષ ૧૦૦.૧૭ પોઇન્ટ વધ્યો હતો. જ્યારે ૯૫.૪૩ પોઇન્ટનો ઘટયો હતો. જ્યારે નિફટી ૬.૪૫ પોઇન્ટ ઍટલે કે ૦.૦૬ ટકા સુધરીને ૧૦૩૩૧.૬૦ પોઇન્ટની સુધરીને બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફટી ૨૫.૩૦ પોઇન્ટ વધ્યો હતો અને ૩૪.૩૦ પોઇન્ટ ઘટયો હતો..

સેકટર વાઇઝ જોઇઍ તો બીઍસઇ હેલ્થકેર ઇન્ડેક્ષ ૦.૯૪ પોઇન્ટ, ઓઇલ ઍન્ડ ગેસ ઇન્ડેક્ષ ૦.૮૩ ટકા, કન્ઝયુમર ડયુરેબલ ઇન્ડેક્ષ ૦.૬૨ ટકા, બેન્કેક્ષ ૦.૫૯ ટકા, ફાઇનાન્સ ઇન્ડેક્ષ ૦૫૯ ટકા, રિયલ્ટી ઇન્ડેક્ષ ૦..૫૮ ટકા, ઍનર્જી ઇન્ડેક્ષ ૦.૫૩ ટકા, કન્ઝયુમર ડીસ્ક્રીઍશનરી ગુડઝ ઍન્ડ સર્વિસીસ ઇન્ડેક્ષ ૦.૪૦ ટકા, યુટીલીટી ઇન્ડેક્ષ ૦.૪૦ ટકા, ઍફઍમસીજી ઇન્ડેક્ષ ૦.૩૬ ટકા, પાવર ઇન્ડેક્ષ ૦.૩૫ ટકા, ઓટો ઇન્ડેક્ષ ૦.૩૪ ટકા સુધર્યા હતા. જ્યારે બેઝીકમટીરીયલ ઇન્ડેક્ષ ૦૦૨ ટકા સુધર્યો હતો. જ્યારે મેટલ ઇન્ડેક્ષ ૦.૧૬ ટકા, આઇટી ઇન્ડેક્ષ ૦.૫૧ ટકા, કેપીટલ ગુડઝ ઇન્ડેક્ષ ૦.૫૨ ટકા, ટેકનો ઇન્ડેક્ષ ૦.૭ ટકા અને ટલીકોમ ઇન્ડેક્ષ ૧.૨૯ ટા ઘટા હતા. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્ષ ૦.૦૯ ટકા વધ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ધીમી ખરીદીઍ માર્કેટ બ્રેડથ મજબૂત

આજે મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. આજે બીઍસઇ મિડકેપ ઇન્ડેક્ષ ૦.૫૭ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્ષ ૦.૫૮ ટકા સુધર્યો હતો. આ ઉપરાંત, નિફટી મિડકેપ ૫૦ ઇન્ડેક્ષ ૦.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો. જેના પગલે માર્કેટ બ્રેડથ મજબૂત જોવાયું હતું. આજે બીઍસઇ ખાતે ૧૬૨૫ શેરોમાં સુધારો નોંધાયો હતો, જ્યારે ૧૦૬૯ શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ૧૩૦ શેરોમાં કોઇ ફેરફાર થયો નહતો.

આજના કારોબારના દિવસ દરમ્યાન આગેવાન શેરોમાં લ્યુપીન, બીપીસીઍલ, ટાઇટન, ઍચપીસીઍલ, તાતા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, મારૂતિ, અદાણી પોર્ટસ અને સન ફાર્મા ૦.૮ ટકાથી ૨૮ ટકા સુધર્યા હતા. જ્યારે ભારતી ઍરટેલ, ઇન્ફોસીસ, વેદાન્તા, ઍચસીઍલ ટેકનો, લાર્સન, બજાજ ઓટો અને તાતા મોટર્સ ડીવીઆર ૦.૭ ટકાથી ૨.૩ ટકા ઘટયા હતા. મિડકેપ શેરોમાં જીઍમઆર ઇન્ફ્રા, પીરામલ ઍન્ટરપ્રાઇઝ, આરકોમ, ઍમફાસીસ અને ફેડરલ બેન્ક ૩.૯ ટકાથી ૬.૯ ટકા સુધી વધ્યા હતા. જ્યારે વકરાંગી, આરપાવર, નાલ્કો, મુથુટ ફાઇનાન્સ, અને જીઇ ટીઍન્ડ ડી ૧.૫ ટકાથી ૫ ટકા સુધી ઘટયા હતા. સ્મોલકેપ શેરોમાં પાયોનીયર ડીસ્ટ્રીલરીઝ, નિફીયોટેક્સ કેમ, ઍસટીસી, કેડીડીઍલ અને ગ્લોબલ ઓફશોર ૧૦ ટકાથી ૧૪.૭ ટકા સુધી વધ્યા હતા. જ્યારે શૈલી ઍન્જીનીયરીંગ, તલવરકર્સ ફીટનેસ, વીબી ઇન્ડ., અને અલંકિત ૪.૫ ટકાથી ૬.૬ ટકા સુધી ઘટયા હતા.

લાર્સન અને ઇન્ફોસીસમાં વેચવાલી : ઓઇલ કંપનીઓમાં સુધારો, ઓઍનજીસી ઘટો

આજે આગેવાન શેરોમાં ઇન્ફોસીસ ૧.૩૧ ટકા તુટીને રૂ. ૧૧૩૦નો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત, લાર્સન અને લ્યુપીન સમાચારમાં રહયા હતા. લ્યુપીનને ઍનઓસી મળ્યાના અહેવલના પગલે ૩.૩ ટકા વધીને રૂ. ૮૦૯.૮૦નો ભાવ બોલાયો હતો. જ્યારે લાર્સનમાં કંપનીમાં હજારો કરોડો રૂપિયાની નાણાંકીય ગોલમાલ થઇ હોવાના અહેવાલની અસર જોવા મળી હતી, જેના લીધે ૧.૩૧ ટકા તુટીને રૂ. ૧૩૧૧.૧૦નો ભાવ બોલાયો હતો. જ્યારે ઓઇલ ઍન્ડ ગેસ શેરોમાં રિલાયન્સ ૦.૨૯ ટકા અને ઓઇલ ઇન્ડીયા ૦.૪૧ ટકા સુધર્યો હતો. જ્યારે ઓઍનજીસી ૦.૩૭ ટકા ઘટયો હતો. જ્યારે ઓઇલ કંપનીઓમાં પણ લેવાલી રહી હતી અને ઍચપીસીઍલ ૧૭૮ ટકા, બીપીસીઍલ ૨.૮૧ ટકા અને ઇન્ડીયન ઓઇલ ૦.૫૫ ટકા વધ્યો હતો.

પ્રાઇવેટ બેન્કોમાં મિશ્ર વલણ, પીઍસયુ બેન્કોમાં સુધારો યથાવત

બેન્ક શેરોમાં પ્રાઇવેટ બેન્કોમાં મિશ્ર વલણ રહયું હતું. જેમાં ફેડરલ બેન્ક ૩.૯૦ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક ૦.૯૭ ટકા, ઍચડીઍફસી બન્ક ૦.૭૯ ટકા, યસ બેન્ક ૦.૪૩ ટકા, અને કોટક મહિન્દ્રા બેન્ક ૦.૦૪ ટકા વધ્યા હતા. જ્યારે સીટી યુનીયન બેન્ક ૦..૦૬ ટકા, ઍકસીસ બેન્ક ૦૪૯ ટકા અને આરબીઍલ બેન્ક ૦.૬૫ ટકા ઘટયા હતા. જ્યારે ઇન્ડુસઇન્ડ બેન્ક પણ ૦.૫૦ ટકા ઘટીને રૂ. ૧૮૨૨નો ભાવ બોલાયો હતો.
પીઍસયુ બેન્કોમાં આજે પણ માગ ચાલુ રહેવા પામી હતી. જેના પગલે પીઍનબી ૪.૮૮ ટકા, અલ્હાબાદ બેન્ક ૩.૩૮ ટકા, આંધ્રબેન્ક ૨.૪૯ ટકા, બેન્ક ઓફ ઇન્ડીયા ૨.૦૮ ટકા, યુનીયન બેન્ક ૧.૭૯ ટકા, બેન્ક ઓફ બરોડા ૧૫૯ ટકા, વિજયા બેન્ક ૧.૩૬ ટકા, દેના બેન્ક ૧.૨૬ ટકા, ઇન્ડીયન બેન્ક ૧.૦૪ ટકા, સેન્ટ્રલ બેન્ક ૦.૯૨ ટકા, સીન્ડીકેટ બેન્ક ૯૨ ટકા, આઇડીબીઆઇ બેન્ક ૦.૯૦ ટકા, કેનેરા બેન્ક ૦.૭૪ ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૦.૭૦ ટકા, સ્ટેટ બેન્ક ૦.૫૪ ટકા, યુનાઇટેડ બેન્ક .૨૯ ટકા, યુકો બેન્ક ૦.૨૨ ટકા અને કોર્પોરેશન બેન્ક ૦.૧૬ ટકા વધ્યા હતા. જ્યારે પંજાબ ઍન્ડ સીંધ બેન્ક ૦.૧૩ ટકા ઘટયો હતો.

શોભાની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં જયકોર્પ, ઍમફાસીસ, ઍમઍમટીસી, હિન્દુસ્તાન કોપર ટોપ ગેઇનર્સ

શોભાની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં જય કોર્પ, ઍમફાસીસ, ઍમઍમટીસી, અને હિન્દુસ્તાન કોપર ટોપ ગેઇનર્સ રહયા છે. બીઍસઇ ખાતે શોભામાં ૧.૭૮ લાખ શેરોના કામકાજ સાથે ૮.૫૬ ટકા વધીને રૂ. ૫૫૧.૬૦, જયકોર્પમાં ૯.૦૬ લાખ શેરોના કામકાજ સાથે ૮.૧૪ ટકા વધીને રૂ. ૧૬૧.૩૫, ઍમફાસીસમાં ૫૩૧૫૮ શેરોના કામકાજ સાથે ૬.૩૦ ટકા વધીને રૂ. ૬૪.૧૫, હિન્દુસ્તાન કોપરમાં ૧૧.૪૧ લાખ શેરોના કામકાજ સાથે ૬.૧૮ ટકા વધીને રૂ. ૭૨.૨૦નો ભાવ બોલાયો હતો.

વકરાંગીની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં કવોલીટી, વીઆઇપી, આઇડીયા અને ઓનોકસ ટોપ લુસર્સ

વકરાંગીની આગેવાની હેઠળ બીઍસઇ ઍ ગ્રુપમાં કવોલીટી, વીઆઇપી, આઇડીયા અને ઓનોક્સ લેસ્યોર ટોપ લુસર્સ બન્યા છે. આજે બીઍસઇ ખાતે વકરાંગીમાં ૫૧૭૯૪ શેરોના કામકાજ સાથે ૪.૯૯ ટકા તુટીને રૂ. ૧૭૧.૨૦, કવોલીટીમાં ૬.૬ લાખ શેરોના કામકાજ સાથે ૨.૮૯ ટકા તુટીને રૂ. ૫૫.૫૦, વીઆઇપીમાં ૧.૪ લાખ શેરોના કામકાજ સાથે ૨.૬૪ ટકા તુટીને રૂ. ૩૬૧.૭૫, આઇડીયા સેલ્યુલરમાં ૭.૧૫ લાખ શેરોના કામકાજ સાથે ૨.૫૩ ટકા તુટીને રૂ. ૭૫.૦૫ અને આઇનોક્સ લેસ્યોરમાં ૫૩૦૦ શેરોના કામકાજ સાથે ૨.૪૯ ટકા ઘટીને રૂ. ૨૬૪.૩૫નો ભાવ બોલાયો હતો.

બીઍસઇ ખાતે બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સ-ટોપ લુસર્સ

બીઍસઇ ખાતે બી ગ્રુપના શેરોના ટોપ ગેઇનર્સમાં કેન્ટાબીલ રીટેઇલ, આઇઍફબી ઍગ્રો, ભાગ્યનગર પ્રોપર્ટીઝ, વિપુલ અને પાયોનીયર ડીસ્ટ્રીલરીઝનો સમાવેશ થાય છે. બીઍસઇ ખાતે બી ગ્રુપના શેરોમાં કેન્ટાબેઇલ રીટેઇલમાં ૧૮.૫૫ ટકા વધીને રૂ. ૧૪૮.૬૦, આઇઍફબી ઍગ્રોમાં ૧૬.૭૮ ટકા ઉછળીને રૂ. ૭૭૬.૭૫, ભાગ્યનગર પ્રોપર્ટીઝમાં ૧૫.૮૯ ટકા ઉછળીને રૂ. ૨૨.૨૫, વિપુલમાં ૧૪.૯૫ ટકા ઉછળીને રૂ. ૬૩.૮ અને પાયોનીયર ડીસ્ટીલરીઝમાં ૧૪.૪૫ ટકા ઉછળીને રૂ. ૧૯૬નો ભાવ બોલાયો હતો.

બીઍસઇ ખાતે બી ગ્રુપના શેરોના ટોપ લુસર્સમાં ઍસઆરઍસ લી., મોહીત ઇન્ડ., ઍમકે ગ્લોબલ, ધારાણી સુગર અને કેલીફોનીયા સોફટવેરનો સમાવેશ થાય છે. બીઍસઇ ખાતે બી ગ્રુપમાં ઍસઆરઍસ લી.માં ૧૬.૯ લાખ શેરોના ાકમકાજ સાથે ૮.૩૩ ટકા તુટીને રૂ. ૦.૮૮, મોહીત ઇન્ડ.માં ૬૦૦૩૮ શેરોના કામકાજ સાથે ૭.૦૯ ટકા તુટીને રૂ. ૩૨.૭૫, ઍમકે ગ્લોબલમાં ૬.૬૪ ટકા તુટીને રૂ. ૧૬૮.૬૫, ધારાણી સુગરમાં ૬.૪૪ ટકા તુટીને રૂ. ૨૨.૫૦, કેલીફોનીયા સોફટવેરમાં ૬.૩૭ ટકા ુટીને રૂ. ૩૭.૪૫નો ભાવ બોલાયો હતો.
બીઍસઇ ખાતે મેગ્મા ફીનકોર્પ, ગ્રાસીમ, શોભા, ક્પીટ ટેકનો, અપોલો હોસ્પીટલમાં ધુમ કામકાજ નોંધાયા છે. બીઍસઇ ખાતે મેગ્મા ફીનકોર્પમાં ૨૫૨૧.૨૯ ગણા ઍટલે કે ૩.૨ કરોડ શેરના કામકાજ સાથે ૩.૪૯ ટકા તુટીને રૂ. ૧૫૯.૦૫, ગ્રાસીમ ઇન્ડ.માં ૩૯.૬૪ ગણા ઍટલે કે ૧૦.૯૫ લાખ શેરોના કામકાજ સાથે ૦.૦૩ ટકા ઘટીને રૂ. ૧૦૯૫, શોભામાં ૬.૯૭ ગણા ઍટલે કે ૧.૬૫ લાખ શેરોના કામકાજ સાથે ૮.૯૨ ટકા ઉછળીને રૂ. ૫૫૩.૪૦, કપીટ ટેકનોમાં ૪.૬૫ ગણા ઍટલે કે ૫.૩૩ લાખ શેરોના કામકાજ સાથે ૧.૨૯ ટકા ઉછળીને રૂ. ૨૨૪.૫૫ અને અપોલો હોસ્પીટલ ઍન્ટરપ્રાઇઝમાં ૪.૫૪ ગણા ઍટલે કે ૫૨૭૭૪ શેરોના કામકાજ સાથે ૦.૯૧ ટક વધીને રૂ. ૧૦૯૨નો ભાવ બોલાયો હતો.

ઍનઍસઇખાત મેગ્મા ફીનકોર્પ, શ્રીરામ સીટી યુનીયન ફાઇ., ઍસકેઍફ, શોભા, ઍમફાસીસમાં ધુમ કામકાજ નોંધાયા છે. આજે ઍનઍસઇ ખઆતે મેગ્મા ફીનકોર્પમાં ૧૫.૮૧ ગણા ઍટલે કે ૩૮.૩ લાખ શેરોના કામકાજ સાથે ૨.૩૪ ટકા ઘટીને રૂ. ૧૬૨.૫૦, શ્રીરામ સીટી યુનીયન ફાઇનાન્સમાં ૧૪.૨૨ ગણા ઍટલે કે ૧.૪ લાખ શેરોના કામકાજ સાથે ૦.૯૧ ટકા ઘટીને રૂ. ૨૩૧૪.૨૦, ઍસકેઍફ ઇન્ડીયાાં ૮.૦૯ ગણા ઍટલે કે ૧.૮૧ લાખ શેરોના કામકાજ સાથે ૧.૨૫ ટકા ઘટીને રૂ. ૧૮૦૧.૭૫, શોભામાં ૭.૫૨ ગણા ઍટલે કે ૨૮.૯૬ લાખ શેરોના કામકાજ સાથે ૭.૭૭ ટકા ઉછળીને રૂ. ૫૪૮.૪૫ અને ઍમફાસીસમાં ૪.૯૩ ગણા ઍટલે કે ૧૩.૨૮ લાખ શેરોના કામકાજ સાથ ૫.૫૦ ટકા વધીને રૂ. ૯૧૭.૫૫નો ભાવ બોલાયો હતો.

વિશ્વ ટ્રેડ વોરનો હાઉં ફરીથી વધતા ઍશિયન બજારોમાં મિશ્ર વલણ, યુરોપીયન બજારો ઘટયા

વૈશ્વિક સ્તરે ઍશિયન બજારો નરમ રહયા હતા. જેની પાછળ આજે બપોરના યુરોપીયન બજારો પણ ઘટાડા તરફી રહયા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ટ્રેડ વોર તેજ થયાના અહેવાલથી વૈશ્વિક બજારોમાં નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, યુઍસ જોબના આંકડા આજે સાંજ સુધીમાં જાહેર થવાના છે. જ્યારે જર્મનીના આઇઆઇપી ફેબ.માં ઘટયા હતા. જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ટ્રેડ વોર તેજ બને તેવા નિર્દેશોના કારણે ડાઉ જોન્સ ફયુચર ૨૦૨ પોઇન્ટ નરમ બોતાતું હતું. જ્યારે આજે પણ ચાઇના બજાર જાહેર રજાના પગલે બંધ રહયા હતા.
આજે ઍશિયન બજારોમાં ચીનનું શાંઘાઇ તથા તાઇવાન બજાર જાહેર રજાના લીધે બંધ રહયું હતું. જ્યારે નિક્કી ૦૩૬ ટકા, કોસ્પી ૦.૩૩ ટકા નરમ રહયં હતું. જ્યારે સ્ટ્રેઇટસ ૧.૦૭ ટકા અને હેંગસેંગ ૧.૦૯ ટકા વધ્યું હતું. જ્યારે યુરોપીયન બજારોમાં ડાઉ જોન્સ ફયુચરના ઘટાડાના પગલે નરમ રહયું હતું. જેમાં ઍફટીઍસઇ ૦.૨૦ ટકા, કેક ૦.૪૨ ટકા અને ડેક્સ ૦.૬૪ ટકા ઘટયં હતું.

  • Related Posts