‘ વડાપ્રધાન મોદીની માનસિકતા દલિત વિરોધી છે, કોંગ્રેસ ભારતની એકતા માટે લડે છે ‘ 

  • 9
    Shares

 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દલિતાનાં મુદ્દે ફરી વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે. પીએમ મોદીની દલિત વિરોધી માનસિકતા હોવાનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો હતો અને સાથે કહ્યુ હતુ કે અમે એવાં ભારત માટે લડી રહ્યાં છે જ્યાં દરેકને સ્થાન મળે.

રાહુલ ગાંધી એટ્રોસિટી કાયદાને હળવાં કરવાને મુદ્દે જંતરમંતર થઇ રહેલાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે ‘ એટ્રોસિટીનો કાયદો કોંગ્રેસ લઇ આવી હતી અને કોંગ્રેસ પાર્ટી બધાની સાથે મળીને તેની રક્ષા પણ કરશે’ જંતરમંતર પર વિરોધ કરી રહેલી ભીડને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે જ્યાં બીજેપીની સત્તા છે ત્યાં ખુલ્લેઆમ દલિતા પર હુમલાઓ થઇ રહ્યાં છે.

અમે આવું ભારત નથી ઇચ્છતાં, અમે એવું ભારત માંગીએ છીએ જ્યાં બધાને જ સરખું સ્થાન મળે પછી ભલે એ દલિત, ગરીબ હોય કે પછી લઘુમતી. દરેકનો વિકાસ થવો જોઇએ. અમે એવાં જ ભારત માટે લડી રહ્યાં છે.

પીએમ મોદી પર આરોપ લગાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે ‘ પીએમ મોદીનાં વિચાર જ દલિત વિરોધી છે અને દલિતો અને નબળાં વર્ગનાં લોકોને ખબર છે કે વડાપ્રધાનનાં દિલમાં તેમનાં માટે દલિતો માટે કોઇ સ્થાન નથી અને તેમનું દિમાગ દલિતોને ખતમ કરવાં માંગે છે માટે જ તે તેમની વિરુદ્ઘ ઉભાં છે.

પીએમ મોદીએ એક વખત પીએમ મોદીએ લખ્યું હતુ કે દલિતોને સાફ સફાઇ કરવામાં જ આનંદ આવે છે અને તેમનાં આ જ શબ્દો દર્શાવે કે તેમની માનસિકતા દલિત વિરોધી છે.

  • Related Posts