વકીલ પ્રિતી જોષીને ‘વુમન ઓફ ડીગ્નિટી ઇન્ટરનેશનલ’નો ઍવોર્ડ ઍનાયત

 

થોડા દિવસ પહેલા સુરત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલાઓ દ્વારા વિવિધ જગ્યો અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે ઓરિજીનેટર ઓરગેનિક પ્લેનેટ દ્વારા ગાંધીસ્મૃતિ ભવનમાં મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી અને તેમાં વિવિધ ક્ષેત્રમાં સફળતા અને સિદ્ઘી મેળવનાર સ્ત્રીઓનું સન્માન કરાયું હતું. જેમાં સુરતના વકીલ પ્રીતિ જોષીનું સન્માન કરાયું હતુ અને તેઓને ‘વુમન ઓફ ડિગ્નિટી ઇન્ટરનેશનલ ઍવોર્ડ-૨૦૧૮’ આપીને સન્માનિત કરાયા હતા.

  • Related Posts