લોર્ડ્સ ટેસ્ટનો પ્રથમ દિવસ ટોસ થવા વગર વરસાદે ધોઇ નાંખ્યો

  • 43
    Shares

 

ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામેની આજથી અહીં શરૂ થનારી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ ટોસ થવા વગર વરસાદે ધોઇ નાંખ્યો હતો. ક્રિકેટના મક્કા ગણાતા આ મેદાન પર આ પહેલા ૨૦૦૧માં પાકિસ્તાન સામેની ટેસ્ટ દરમિયાન એ વું બન્યું હતું કે જ્યારે ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદે ધોઇ નાંખ્યો હોય.

આજે જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે લંચ બ્રેક નિર્ધારિત સમય પહેલા લઇ લેવાયો હતો, કે જેથી જો રમત શરૂ થાય તો લંચ બ્રેક ન લેવો પડે, તે પછી વરસાદ થંભ્યો હતો ત્યારે ટી બ્રેકનો સમય થયો હોવાથી ટી બ્રેક પણ લઇ લેવાયો હતો.

આ ટેસ્ટમાં ટોસ થવા પહેલા એક પણ બોલ નંખાવા વગર લંચ બ્રેક અને ટી બ્રેક લઇ લેવાયા હતા, જોકે ટી બ્રેક પૂર્ણ થયો તે પછી વરસાદે પણ પોતાનો વિરામ પૂર્ણ થયેલો ગણીને ફરી જોશભેર તૂટી પડ્યો હતો અને તે પછી સતત વરસી રહેલા વરસાદને કારણે અંતે પ્રથમ દિવસની રમત પૂર્ણ થયેલી જાહેર કરી દેવાઇ હતી.

આજે ટોસ કરવાના સમય પહેલા જ વરસાદ શરૂ થતાં ટોસ કરી શકાયો નહોતો. વરસાદ જોશભેર પડતો રહ્યો હતો. જો કે ટોસ થયો નહોતો તેથી બંને ટીમની અંતિમ ઇલેવન પણ જાહેર થઇ નહોતી. હવે જ્યારે વરસાદને કારણે અહીં પીચમાં ભેજ વધ્યો હશે તેના કારણે બંને ટીમ પોતાની વ્યુહરચના પર ફેર વિચારણા કરીને બે સ્પિનરને રમાડવાની યોજના પડતી મુકે તેવી સંભાવના છે.

 

  • Related Posts