લુઝ ડાયમંડ પ્રદર્શનને બીજા દિવસે જોરદાર પ્રતિસાદ મળ્યો છે

  • 29
    Shares

સુરત ડાયમંડ એસોસિએશન અને રેપાપોર્ટ દ્વારા આયોજીત સુરત કેરેટસ લુઝ ડાયમંડ પ્રદર્શનને બીજા દિવસે જોરદાર પ્રતિસાદ મળ્યો છે. બીજા દિવસે ૧૦૦૦થી વધુ ડોમેસ્ટિક બાયરો નોંધાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદર્શનના બીજા દિવસે અમેરીકા અને તુર્કિ સહિત ભારતના જુદા-જુદા શહેરોના બાયરોએ  ૧૦૦ કરોડના લુઝ ડાયમંડના ઓર્ડર બુક કરાવ્યા હતા. નાના પાયે ૪૦ સ્ટોલથી શરુ કરવામાં આવેલું લુઝ ડાયમંડનું પ્રદર્શન સફળ થયું હોવાનું ડાયમંડ એ સોસિએ શનના પ્રમુખ બાબુભાઇ ગુજરાતીએ  જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવતીકાલે આ પ્રદર્શનનો સમાપન દિવસ છે.

તે દિવસે પણ સારો વેપાર થવાની આશા છે. પ્રથમવાર એ સોસિએ શન દ્વારા લુઝ ડાયમંડનુું બીટુબી પ્રદર્શન યોજવામાં આïવ્યું છે. અમારી ધારણા કરતા વધુ સારો રિસ્પોન્સ આ પ્રદર્શનને મળ્યો છે. માર્ટીન રેપાપોર્ટની જાહેરાત પછી નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનેદારો ખુશ જોવા મળ્યા છે. જો અમેરીકાના જવેલર્સ સુરતમાં પોલીશ્ડ ડાયમંડની ખરીદી કરવા આવેતો સુરતના ૮૦ ટકા નાના હીરા ઉદ્યોગકારોને મોટુ પ્લેટફોર્મ મળી શકે તેમ છે.

 

 

  • Related Posts