લગ્નમાં ડાન્સ માટેની બે કરોડની ઓફર રણવીરસિંહે ફગાવી

મુંબઇ : ફિલ્મ પ્રભાવતમાં જબરજસ્ત અભિનય પ્રદર્શિત કર્યા બાદ કોઇ શંકા નથી કે રણવીરસિંહના અભિનયના પ્રશંસકો વધી ગયા છે. તેથી જ તો હાલમાં જ તેમને ઍક લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા માટે રૂપિયા બે કરોડના પ્રસ્તાવ સાથે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તેમણે તે માટે સાફ ના પાડી દીધી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ રણવીરને લગ્નમાં માત્ર ૩૦ મિનિટ માટે સામેલ થવાનું હતું અને તે માટે તેમને બે કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા હતાં. રણવીરે તે લગ્નમાં સામેલ થવા માટે સાફ ના પાડી દીધી છે. હકીકતમાં ના પાડવા પાછળનું કારણ તેમની ફિલ્મ ગુલ્લી બ્વોઝ છે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts