રોહિતે ફોર્મમાં આવતાની સાથે સચિન તેંદુલકરને ઓવરટેક કર્યો

રોહિત શર્માઍ પાંચમી વનડેમાં ફોર્મમાં આવીને સદી ફટકારી હતી, જો કે પોતાની આ શતકીય ઇનિંગ દરમિયાન તેણે માસ્ટર બેટ્સમેન સચિન તેંદુલકરને છગ્ગા ફટકારવાના મામલે ઓવરટેક કરી લીધો હતો. રોહિતે ૧૧૫ રનની ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. આ ચાર છગ્ગા સાથે રોહિતના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણે ફોર્મેટ મળીને કુલ ૨૬૫ છગ્ગા ફટકાર્યા છે. સચિનના નામે ત્રણે ફોર્મેટ મળીને કુલ ૨૬૪ છગ્ગા છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ૩૩૮ છગ્ગા સાથે પહેલા નંબરે છે. રોહિત સચિનથી આગળ નીકળીને બીજા સ્થાને પહોંચ્યો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય
ખેલાડી છગ્ગા
ઍમ ઍસ ધોની ૩૩૮
રોહિત શર્મા ૨૬૫
સચિન તેંદુલકર ૨૬૪
યુવરાજ સિંહ ૨૫૧
સૌરવ ગાંગુલી ૨૪૭
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts