રૂ. ૨૦૦૦ની નોટોને બજારમાંથી હટાવવાનું કાવતરું ચાલી રહ્યુ છે: શિવરાજ સિંહ ચૌહાણ

  • 30
    Shares

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાને આજે દાવો કર્યો હતો કે રૂપિયા ૨૦૦૦ની નોટોને બજારમાંથી હટાવવામાં આવી રહી અને તેની પાછળ કાવતરું છે.

ખેડુતોની ઍક સભાને સંબોધતાં ચૌહાણે કહ્યુ હતું નોટબંધી પહેલાં ૧૫,૦૦,૦૦૦ કરોડ રૂપિયાની ચલણી નોટ બજારમાં હતી. આ કવાયત (નોટબંધી) બાદ બજારમાં ચલણી નોટ વધીને રૂ. ૧૬,૫૦,૦૦૦ થઈ હતી. પણ રૂ. ૨૦૦૦ની ચલણી નોટ બજારમાંથી ગાયબ છે.
દેખીતી રીતે ચૌહાણ તે સમાચારોના સંદર્ભમાં વાત કરી રહ્યા હતાં જે મુજબ રાજ્યના ઍટીઍમમાં પૈસા નથી

આ ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટ ક્યાં ગઈ, કોણ તેને બજારમાંથી દૂર રાખી રહ્યું છે* કોણ છે જે પૈસાની અછત સર્જી રહ્યુ છે* સમસ્યા ઉભી કરવા માટેનું આ કાવતરું છે. સરકાર આના પર કડક પગલાં લેશે, ઍમ તેમણે કહ્યુ હતું.

ચૌહાણે આ મુદ્દો કેન્દ્ર સરકાર સામે પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કોઈ પણ પ્રકારની કૃષિ સમસ્યા માટે ખેડુતો તેના સત્તાવાર નિવાસ સ્થાન પર ૦૭૫૫-૨૫૪૦૫૦૦ પર ફોન કરી શકે છે. કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યુ હતુંગયા વર્ષે ખેડુતોને યોજનાબદ્ઘ તરીકેથી ઉશ્કેરવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ રાજ્યને સળગતું જોવા માંગે છે.

ગયા વર્ષે જૂન મહિનામાં પશ્ચિમી મધ્ય પ્રદેશમાં પાકની કિંમતો અને ઋણ માફી મુદ્દે હિંસક ખેડુતોઍ આંદોલન કર્યા હતાં.
ચૌહાણે વધુમાં કહ્યુ હતું જ્યારે ખેડુતોના હિતની વાત આવે છે ત્યારે કોઈ રાજકારણ થવું જોઈઍ નહીં.

  • Related Posts