રૂા. ૧૭૦૦ કરોડની ‘લૂંટ’ બાદ સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ ચાર્જ ઘટાડયા

પીટીઆઇ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાઍ બચત ખાતામાં મન્થલી ઍવરેજ બેલેન્સ (ઍમઍબી) નહીં જાળવવા બદલ લાગતી પેનલ્ટીમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. નવા ચાર્જ ૧લી ઍપ્રિલથી અમલમાં આવશે. હવે કોઇ પણ ગ્રાહકને રૂા. ૧૫ જીઍસટીથી વધારે પેનલ્ટી નહીં લાગે. અત્યાર સુધી આ રકમ રૂા. ૫૦  જીઍસટી હતી.
સ્ટેટ બેંકે ઍપ્રિલ- નવેમ્બર ૨૦૧૭ વચ્ચે આ પેનલ્ટી ચાર્જ પેટે રૂા. ૧૭૭૧.૬૭ કરોડની કમાણી કરી હતી જે તેના બીજા કવાર્ટસના પ્રોફિટ કરતાય વધારે હતી. આને પગલે બેંકે તીબ્ર લોકરોષનો સામનો કરવો પડયો હતો.
આ પગલાંથી ૨૫ કરોડ ગ્રાહકોને ફાયદો થશે. બેંકના ૪૧ કરોડ બચત ખાતાઓમાંથી ૧૬ કરોડ જનધન, પેન્શનર્સ, માઇનર્સ વગેરે ખાતા છે જેમને લઘુત્તમ બેલેન્સમાંથી મુકયા છે. બેન્કે ૨૦ કવાર્ટર્સમાં પ્રથમ વાર ત્રિમાસિક ખોટ (બેડ લોનની જોગવાઇઓને કારણે) નોંધાવી છે ત્યારે આ ઘટાડાથી તેની આવક ઘટશે.

  • Related Posts