રાહુલે ઢાબા પર માણ્યો મીર્ચી ભાજી અને ચાનો સ્વાદ

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારથી વિરામ લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીઍ અહીંથી નજીકના કલામાલામાં રસ્તા પર આવેલા ઍક ઢાબામાં સ્થાનિક વાનગી મીર્ચી ભાજી અને ચાનો સ્વાદ માણ્યો હતો.
પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામવાસીઓને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીઍ રાજ્યના કોંગ્રેસ નેતાઓ સાથે આ ઢાબાની મુલાકાત લીધી હતી અને અહીં મીર્ચી ભાજી, ભાત અને ચા લીધી હતી જે ઢાબાના માલિક મરામ્માઍ પીરસી હતી.
કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્દારમૈયા, લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યના પક્ષ પ્રમુખ જી પરમેશ્વર રાહુલ ગાંધી સાથે હતાં.
સિદ્દારમૈયા અને વીરપ્પા મોઈલી વચ્ચે બેસેલા રાહુલ ગાંધીઍ સ્મિત કરતાં ભોજનનો આનંદ ઉઠાવ્યો હતો અને પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી હતી.
ભોજનના વિરામ બાદ ગાંધીઍ પૈસા ચૂકવ્યાં હતાં અને ખાસ બનાવવામાં આવેલી બસમાં બેસી ચૂંટણી પ્રચાર માટે નીકળી ગયાં હતાં.
કોંગ્રેસ અધ્યક્ષની ચાર દિવસની જનાર્શીવાદ યાત્રાનો આજે ત્રીજો દિવસ હતો, આ યાત્રામાં તે હૈદરાબાદ-કર્ણાટકના બીદાર, યાદગીર, રાયચુર, કોપ્પલ, બલ્લારી અને કલાબુરગી જિલ્લાઓ સામેલ છે જે ૧૯૪૮ સુધી નિઝામ શાસિત હૈદરાબાદ રાજ્યના ભાગ હતાં.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts