‘રામ રાખે તેને કોણ ચાખે ’ કહેવતને સાચી ઠેરવતી ઘટના કેરળમાં બની છે.

  • 37
    Shares

 

‘રામ રાખે તેને કોણ ચાખે ’ કહેવતને સાચી ઠેરવતી ઘટના કેરળમાં બની છે. અહીં ભારે તોફાનના કારણે એક બે માસનું બાળક ઉડી જવા પામ્યું હતું. નસીબજોગે આ બાળક ઉડીને નજીકના નારિયેળના ઝાડ પર ફસાઇ ગયું  જેથી તેને કોઇ નુકસાન થયું ન હતું. કેરળના વેંગાનુરમાં ભારે તોફાનના કારણે સ્ટીલના પતરાવાળા એક ઘરનું છાપરું ઉડી ગયું હતું.

છાપરા સાથા બાંધેલા હિંચકામાં બે મહિનાનું બાળક વિનાયક સુઇ રહ્યો હતો ત્યારે એ છાપરું ઉડી જતાં બાળક પણ છાપરાં સાથે ઉડી ગયું હતું પરંતુ નસીબજોગ આ છાપરું  નજીકના જ નારિયેળનાં ઝાડ પર જઇને લટક્યું હતું. બાળક પણ હિંચકા પર જ અટકી રહ્યું અને જોર-જોરથી રડવા લાગ્યું. બાળકની આવી હાલત જોઇને તેની માં ગભરાઇ ગઇ અને તે પણ રડવા લાગી.

માં ને રડતી જોઇ આજુબાજુના લોકો ભેગા થયાં અને બાળકને ઝાડ પરથી નીચે ઉતાર્યુ હતું. આને આપણે પ્રકૃતિનો ચમત્કાર જ કહી શકીએ કે બાળકને નાની સરખી ઇજા પણ ન થઇ. ભયંકર તોફાનનો સામનો કરીને પણ બાïળક સલામત રહ્યું.

 

 

 

  • Related Posts