રાજીવ ગાંધીની હત્યાના દોષીની અરજી સર્વોચ્ચ અદાલતે નકારી

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ઍક દોષીની અરજીને સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી હતી, મે ૧૯૯૯માં તેને દોષિત ઠરાવવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવા તેણે અરજી કરી હતી.
સર્વોચ્ચ અદાલતે કહ્યુ હતું તેની સામે જે સામગ્રીઓ લાવવામાં આવી હતી તેને જોઈને લાગે છે ૧૧ મે, ૧૯૯૯ના ચુકાદામાં દખલ કરવાની જરૂર નથી. આ ચુકાદામાં ૪૫ વર્ષીય ઍ જી પેરારીવલન અને અન્ય ૩ને પહેલાં મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો જેને બાદમાં જનમટીપમાં બદલી દેવાયો હતો. અદાલતે કહ્યુ હતું કે કાવતરામાં પેરારીવલનની ભૂમિકા સ્પષ્ટપણે સ્થાપિત થાય છે.
જો કે અદાલતે પેરારીવલનની મુખ્ય અરજીને લંબિત રાખી હતી જેમાં તેણે માંગણી કરી હતી જ્યાર સુધી સીબીઆઈના નેતૃત્વવાળી મલ્ટી ડિસીપ્લીનરી મોનીટરીંગ ઍજેન્સી (ઍમડીઍમઍ)ની તપાસ પૂરી થઈ નથી જતી ત્યારસુધી તેની જનમટીપની સજાને રદ્દ કરવામાં આવે.

  • Related Posts