રાજસ્થાન રોયલ્સની મુશ્કેલી વધી : જોેસ બટલર અને બેન સ્ટોક્સ

  • 12
    Shares

બે વર્ષ પછી આઇપીઍલમાં પાછી ફરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ આ સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મથામણ કરી રહી છે ત્યારે ગઇકાલના પરાજયે તેમની મુશ્કેલી વધારી હતી અને હવે તેના બે સ્ટાર ખેલાડી જોસ બટલર અને બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગયા હોવાથી તેમની મુસીબતમાં વધારો થયો છે.

મંગળવારે કેકેઆર સામે મળેલા પરાજયે રાજસ્થાન રોયલ્સન માટે પ્લેઓફનો માર્ગ વધુ મુશ્કેલ બનાવી દીધો છે અને તેમણે હવે પોતાના ઘરઆંગણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમવાની છે તેવા સમયે બટલર અને સ્ટોક્સ જેવા મોટા ખેલાડીઓઍ તેનો સાથ છોડી દીધો છે.

સ્ટોક્સ અને બટલર બંને પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ સિરીઝને કારણે આઇપીઍલ છોડીને પોતાની ટીમ ઇંગ્લેન્ડ સાથે જોડાવા રવાના થયા છે. બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે મોટી રકમ ખર્ચીને ખરીદ્યો હતો.

જો કે તે આ સિઝનમાં પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યો નહોતો. જો કે જોસ બટલરનું જવું તેમના માટે મોટો ફટકો સાબિત થઇ શકે છે. કારણકે આ સિઝનમાં રમેલી ૧૩ મેચમાં તેણે ૫૩૮ રન બનાવ્યા છે અને કેટલીક મેચો તો તેણે ઍકલા હાથે ટીમને જીતાડી હતી.

  • Related Posts