રાજસ્થાન રોયલ્સના ટીમ મેન્ટર તરીકે શેન વોર્ન પાછો ફર્યો

આઇપીઍલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમને પોતાના સુકાનીપદ હેઠળ પ્રથમ ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્નની ૧૦ વર્ષના ગાળા પછી ઍ ટીમમાં વાપસી થઇ છે, જો કે આ વખતે તે ટીમના મેન્ટર તરીકે પાછો ફર્યો છે. વોર્ન ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સનો કોચ અને કેપ્ટન હતો અને તે સમયે તેની ટીમે સ્ટાર ખેલાડીઓ ન હોવા છતાં ચેમ્પિયન બનીને તમામને ચોંકાવ્યા હતા.
બે વર્ષના પ્રતિબંધ પછી પાછી ફરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે વોર્નની વાપસીની જાહેરાત કરી છે. શેન વોર્ને કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સમાં પાછો ફરીને હું ખુશ અને ઉત્સાહીત છું, આ ટીમનું મારા ક્રિકેટ પ્રવાસમાં ખાસ સ્થાન છે. હું ટીમ અને તેના પ્રશંસકો પાસેથી મળેલા સ્નેહથી ભાવવિભોર છું. તેણે ઍવું પણ કહ્યું હતું કે અમારી પાસે યુવા ખેલાડીઓનું સારું જૂથ છે અને તેમની સાથે કામ કરવાની હું રાહ જોઇ રહ્યો છું. ટીમના માલિક મનોજ બદાલેઍ કહ્યુંં હતું કે વોર્ન રમતનો દિગ્ગજ છે અને રાજસ્થાન રોયલ્સ પ્રત્યેની તેની સિદ્ઘિ અનોખી છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts